પેટ્રોલ-ડીઝલમાં ખુશખબર, મોટો ઘટાડો આવી રહ્યો છે

PC: independent.co.uk

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં પાંચ રૂપિયાનો સીધો ઘટાડો થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટતાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળી રહ્યો છે. દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના નથી. આ ભાવ ઘટાડાનો લાભ લોકોને લોકસભાની ચૂંટણી સુધી એટલે કે આવતા વર્ષના મે મહિના સુધી મળતો રહેશે તેમ લાગી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ ઘટીને બેરલે 70 ડોલર થવાની શક્યતા હોવાથી પેટ્રોલ અને ડીઝલમાં હમણાં ભાવવધારો થશે નહીં તેવું બજારના વર્તુળો જણાવે છે. દિવાળીના સમયમાં જ છેલ્લા છ દિવસમાં પેટ્રોલના ભાવમાં 1.75 રૂપિયા અને ડીઝલના ભાવમાં 1.32 રૂપિયાનો ઘટાડો થયો છે. 18મી ઓક્ટોબરથી એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં 4.85 રૂપિયા અને ડીઝલમાં 3.00 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યાં છે કે આગામી 15 દિવસમાં ઇંઘણના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp