રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીના 42.27 લાખ શેર વેચી નાખ્યા
શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળામાં વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની હિસ્સેદારી ઘટાડી નાંખી છે. કંપનીએ તાજેતરમાં જાહેર કરેલા આંકડામાંથી આ માહિતી મળી હતી. વીઆઇપી ઇન્ડ્સ્ટ્રીઝ ટ્રાવેલ બેગ અને સૂટકેસ બનાવતી દેશની સૌથી મોટી કંપની છે.
જાણવા મળેલી માહિતી મુજબ 31 ડિસેમ્બર સુધીમાં ઝુનઝુનવાલાની વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝમાં 5.31 ટકા હિસ્સેદારી હતી. જે માર્ચના અંત સુધીમાં 2.9 ટકા ઘટી ગઇ છે. હવે ઝુનઝુનવાલીની માત્ર 2.32 ટકા હિસ્સેદારી રહી ગઇ છે જેમાં તેમની રેખા ઝુનઝુનવાલાની હિસ્સેદારી પણ સામેલ છે.
વીઆઇપી ઇન્ડસ્ટ્રીઝનો શેર અત્યારે મંદીની પકડમાં છે. 4 માર્ચે વીઆઇપીના શેરનો ભાવ 421.95 રૂપિયા હતો જે ગુરુવારે ઉંધા માથે પછડાઇને 313 રૂપિયા પર પહોંચી ગયો હતો. એકસિસ સિકયોરીટીનું માનવું છે કે માર્ચના ત્રિમાસિક ગાળામાં વીઆઇપી ઇન્ડ.માં 7 કરોડ રૂપિયાની ખોટની સંભાવના છે, જયારે ગયા વર્ષે 10 કરોડ રૂપિયાનો નફો હતો.
બ્રોકરેજ હાઉસ પ્રભુદાસ લીલીધારનું કહેવું છે કે કંપનીનું જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સારું વેચાણ થયું હતું. પરંતુ માર્ચમાં કોરોનાની બીજી લહેરની અસર વેચાણ પર પડી છે. કોરોના પ્રભાવિત રાજયો મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને દિલ્હી-એનસીઆરમાં કંપનીનું 40 ટકા જેટલું વેચાણ થાય છે.
ત્રીજા ત્રિમાસિક ગાળામાં વીઆઇપીનું વેચાણ કોરાનાની પહેલી લહેરની સરખામણીએ 54 ટકા પહોંચ્યું હતું. જે બીજા ત્રિમાસિક ગાળામાં 25 ટકા અને પ્રથમ ત્રિમાસિક ગાળામાં માત્ર 7 ટકા હતું. ઉપરાંત કાચા માલના ભાવ વધવાને કારણે કંપનીએ પ્રોડકટના ભાવ વધારવા પડયા હતા.
બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે સામાન્ય રીતે લગેજ કંપનીઓનો પ્રથમ ત્રિમાસિક ગાળો વધારે સારો રહેતો હોય છે. જો કોરોનાની સ્થિતિમાં સુધારો નહીં આવશે તો વીઆઇપીના વેચાણ પર ભારે અસર પડી શકે છે, કારણ કે લગ્ન સમારંભો અને યાત્રાઓ રદ થવા માંડી છે.
વર્ષ 2021ના ચોથા ત્રિમાસિક ગાળા સુધીમાં રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલાની વીઆઇપી ઇન્ડ. માં 32 લાખ 73 હજાર 400 ( 2.32 ટકા) શેર હોલ્ડીંગ હતું.
નાણાંકીય વર્ષ 2021-22ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રાકેશ ઝુનઝુનવાલાના બે એકાઉન્ટ મળીને 75 લાખ 400 શેરનું હોલ્ડીંગ હતું. ત્રીજા ત્રિમાસિક ગાળામાં તેમણે 42 લાખ 27 હજાર શેર વેચી નાંખ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp