નોટબંધી સમયના બધા CCTV ફૂટેજ સંભાળી રાખો, RBIનો દરેક બેંકોને આદેશ, જાણો શા માટે

PC: News18.com

નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત થઇ હતી. ત્યાર પછી સામાન્ય નાગરિકોએ કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે સૌ કોઇએ જોયું છે. નોટ બદલાવવી અને નવી નોટો માટે બેંક અને ATMની બહાર લાંબી લાઇનોમાં ઊભા રહીને ઘણાં લોકોએ જીવ પણ ગુમાવ્યા. તો વળી નુકસાન ફોર્મલ અને ઈનફોર્મલ બંને સેક્ટરોએ ઉઠાવવું પડ્યું. પણ તેની અસર આવતા નાણાકીય વર્ષ પર જોવા મળી.

ખેર,સરકારે 8 નવેમ્બર 2016ના રોજ બ્લેક મની પર રોક લગાવવા અને આતંકવાદી ફન્ડિંગ પર કાબૂ મેળવવા માટે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પર બેન લગાવી દીધો હતો. સરકારે લોકોને તક આપી હતી કે તેઓ બંધ થયેલી નોટોને પોતાની બેંકોમાં જમા કરાવી શકે કે તેને એક્સચેંજ કરાવી શકે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દરેક બેંકોને કહ્યું છે કે, 8 નવેમ્બર 2016થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની શાખાઓ અને કરન્સી ચેસ્ટની CCTV ફૂટેજ આવતા આદેશ સુધી સુરક્ષિત રાખો. જેથી તપાસ એજન્સીઓને નોટબંધી દરમિયાન ગેરકાયદેસર ગતિવિધિઓમાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં મદદ મળી શકે.

SBN (Specified Bank Notes) બેંક નોટોને પાછી લીધા પછી 500 અને 2000 રૂપિયાની નવી નોટો પણ બહાર પાડવામાં આવી. બંધ થયેલી નોટોને એક્સચેંજ કરવા કે પોતાના ખાતામાં જમા કરવા માટે દેશભરની બેંકોની શાખાઓની બહાર ભીડ જોવા મળી. ઘણાં ઈનપુટને આધારે તપાસ એજન્સીઓએ ગેરકાયદેસરથી નવી નોટોની જમાખોરીના મામલામાં તપાસ શરૂ કરી. આ તપાસને સુવિધાજનક બનાવવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દેશની બેંકોને કહ્યું કે તેઓ આવતા આદેશ સુધી નોટબંધના સમયની CCTV ફૂટેજને નષ્ટ કરે નહીં.

નોટબંધી સમયના દરેક વીડિયો સંભાળીને રાખો

RBI દ્વારા જે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ એજન્સીઓની પેન્ડિંગ તપાસ, કોર્ટમાં પડેલા ઘણાં કેસોને જોતા તમને સલાહ આપવામાં આવે છે કે આવતા આદેશ સુધી 8 નવેમ્બર 2016 થી 30 ડિસેમ્બર 2016 સુધી પોતાની શાખાઓ અને કરેંસી ચેસ્ટની CCTV રેકોર્ડિંગને આવતા આદેશ સુધી સુરક્ષિત રાખે. જણાવી દઇએ કે, 8 નવેમ્બર 2016ના રોજ 15.41 લાખ કરોડ રૂપિયાની વેલ્યૂની 500 અને 1000 રૂપિયાની નોટો પર બેન લગાવી દેવામાં આવ્યો હતો. જેમાંથી 15.31 લાખ કરોડ રૂપિયા પાછા આવી ગયા હતા, એવું સરકારનું કહેવું છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, નોટબંધી દરમિયાન 15 લાખ 41 હજાર કરોડ રૂપિયા ચલણમાં હતા, જેમાંથી 15 લાખ 31 હજાર કરોડ રૂપિયા અત્યાર સુધીમાં પાછા આવી ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp