RBIની મોટી ગિફ્ટ, લોન લેનારાને થશે મોટો ફાયદો

PC: twitter.com/htTweets/

મોદી સરકારના બીજા કાર્યકાળમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પહેલી મોટી ગિફ્ટ આપી છે. RBI તરફથી ફરીએકવાર રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. RBIની મોદ્રિક સમીક્ષા બેઠકમાં 0.25 બેઝ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે નવો રેપો રેટ 5.75% થઇ ગયો છે. નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકારના બીજા કાર્યકાળમાં આ પહેલી મોદ્રિક સમીક્ષા બેઠક હતી.

RBIએ છેલ્લી બે બેઠકોમાં પણ રેપો રેટમાં કમશઃ 0.25%નો ઘટાડો કર્યો હતો. એટલે કે, જૂનમાં સતત ત્રીજી વાર RBIએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. બીજી બાજુ RBIના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે, જ્યારે RBI ગવર્નરની નિયુક્તિ બાદ સતત ત્રીજીવાર રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો હોય. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર મહિનામાં ઉર્જિત પટેલના રાજીનામા બાદ શક્તિકાંત દાસ ગવર્નર તરીકે નિયુક્ત થયા હતા.

RBIના રેપો રેટમાં ઘટાડાનો તમને ફાયદો મળશે. RBIના આ ફેંસલા બાદ બેંકો પર વ્યાજ દર ઓછું કરવાનું દબાણ બનશે. આનો ફાયદો એ લોકોને પણ મળશે, જેમણે હોમ લોન કે ઓટો લોન લીધી છે. તેમના EMIમા ફાયદો થશે. નવી લોન લેવા પર પણ પહેલાના મુકાબલે રાહત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp