રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 1628 કરોડમાં ડીલ કરી ખરીદી નવી કંપની

PC: etnownews.com

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે નવી મુંબઈ IIA (NMIIA)માં 74 ટકા હિસ્સો ખરીદ્યો છે, જેના માટે રિલાયન્સે રૂ. 1,628 કરોડનો ખર્ચ કર્યો છે. આ કંપની NMIIA મહારાષ્ટ્રમાં ઈન્ટિગ્રેટેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયા (IIA) વિકસાવવાનું કામ કરે છે. આ અધિગ્રહણ 11 ડિસેમ્બર 2024ના રોજ RIL બોર્ડની બેઠક અને 12 ડિસેમ્બર 2024ના રોજ CIDCOની સંમતિ પછી કરવામાં આવ્યું છે.

આ ડીલ પછી NMIIA રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની બની ગઈ છે. સિડકો પાસે તેનો 26 ટકા હિસ્સો છે અને હવે 74 ટકા હિસ્સા સાથે, માલિકી હક મુકેશ અંબાણીની કંપનીની પાસે આવી ગયો છે. રિલાયન્સે NMIIAના 57,12,39,588 શેર રૂ. 28.50 પ્રતિ શેરના ભાવે ખરીદ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર સરકારે IIAના વિકાસ માટે NMIIAને 'સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી' તરીકે નિયુક્ત કર્યા છે. આ ઓથોરિટી શહેરના આયોજન અને વિકાસનું ધ્યાન રાખશે.

કંપનીએ તેની એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, 11 ડિસેમ્બર, 2024ના રોજ મળેલી તેની બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા આપવામાં આવેલી મંજૂરી અને સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ (CIDCO)ની સંમતિ (પ્રથમ ઇનકારના તેના અધિકારો છોડ્યા પછી) નવી મુંબઈ IIA પ્રાઈવેટ લિમિટેડે 12 ડિસેમ્બર, 2024ના રોજ 57,12,39,588 ઈક્વિટી શેર ખરીદ્યા છે. જે (NMIIA)ના 74 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ હિસ્સો રૂ. 28.50 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે કુલ રૂ. 1,628.03 કરોડમાં ખરીદવામાં આવ્યો છે. CIDCO NMIIAમાં બાકીના 26 ટકા ઇક્વિટી શેર ધરાવે છે.

આ ડીલ થવાની સાથે, NMIIA કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પેટાકંપની બની ગઈ છે. 15 જૂન, 2004ના રોજ સ્થપાયેલ NMIIA મહારાષ્ટ્રમાં રજિસ્ટર્ડ ઔદ્યોગિક વિસ્તારોના વિકાસમાં નિષ્ણાત છે. મહારાષ્ટ્ર પ્રાદેશિક અને નગર આયોજન અધિનિયમ, 1966 હેઠળ 'સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી' તરીકે માન્યતા પ્રાપ્ત, NMIIAએ રૂ. 34.89 કરોડ (FY24), રૂ. 32.89 કરોડ (FY23) અને રૂ. 34.74 કરોડ (FY22)નું ટર્નઓવર પ્રાપ્ત કર્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરની વાત કરીએ તો, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે તેનો શેર લગભગ 1 ટકા વધીને રૂ. 1,274.45 પર બંધ થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 3 થી 4 ટકા વળતર આપ્યું છે.

નોંધ: તમારે કોઈપણ શેરમાં તમારું નાણાકીય રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લેવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp