રિલાયન્સના નામે વધુ એક રેકોર્ડ: ફોર્બ્સના આ લિસ્ટમાં બની નંબર-1

PC: business-standard.com

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અનેક વખત ચર્ચામાં આવે છે. તો બીજી બાજુ રિલાયન્સના મુકેશ અંબાણી પણ ચર્ચામાં હોય છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લોકડાઉનમાં પણ સારી એવી કમાણી કરી હતી ત્યારે અખબારોમાં તેની ચર્ચા થતી હતી. જ્યારે દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની તો દેશ ઉપરાંત વિશ્વમાં પણ ચર્ચાઓ થાય છે. ત્યાર હવે ફરી એક વખત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચર્ચામાં આવી છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મોટી કંપની તો છે જ હવે તેના નામે વધુ એક રિકોર્ડ જોડાઈ ગયો છે. ફોર્બ્સે તેને એક ખાસ લિસ્ટમાં નંબર-1 કંપની દર્શાવી છે. અરબપતિ એવા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતની નંબર-1 કંપની બની ગઈ છે. અહીં માર્કેટ કેપિટલાઇઝેશનને કારણે નંબર-1ની વાત કરવામાં આવી રહી નથી. કારણ કે, તે સિદ્ધી તો કંપનીના ખાતામાં પહેલેથી જ છે, પરંતુ આ વખત રિલાયન્સને આ નવી ઓળખાણ જાણીતી મેગેઝીન ફોર્બ્સે આપી છે.

ફોર્બ્સેએ હાલમાં જ પોતાની ગ્લોબલ 2000 કંપનીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 53મું સ્થાન મળ્યું છે. જે પાછળના લિસ્ટ કરતા 2 ક્રમ ઉપર છે, પરંતુ આ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ લિસ્ટમાં એન્ટ્રી કરનારી નંબર-1 કંપની બની ગઈ છે. ફોર્બ્સે ગ્લોબલ 2000 લિસ્ટ માટે કોઈ પણ કંપનીની પસંદગી 4 પેરામીટર ઉપર કરે છે. તેમાં કંપનીનું વેચાણ, પ્રોપર્ટી, એસેટ અને બજાર કિંમતનો સમાવેશ હોય છે. આ લિસ્ટમાં વિશ્વભરની 2000 પબ્લિક કંપનીઓનો સમાવેશ કરવામાં આવે છે.

ફોર્બ્સેની લિસ્ટમાં સમાવેશ થનારી ભારતીય કંપનીઓમાં SBI 105મા ક્રમે, HDFC BANK 153મા ક્રમે, ICICI BANK 204મા ક્રમે છે. ભારતીય કંપનીઓ પ્રમાણે તે ક્રમશઃ બીજા. ત્રીજા અને ચોથા ક્રમે રહેનારી કંપની છે. આ લિસ્ટમાં ટોપ-10 ભારતીય કંપનીઓ જોવા આવે તો 5માં નંબરે ONGC, 6 નંબર ઉપર HDFC, 7મા નંબરે INDIAN OIL, 8મા ક્રમે TCS, 9મા સ્થાને TATA STEEL અને 10મા નંબર ઉપર AXIX બેંક છે. એમકેપ પ્રમાણે પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મુલ્યવાન કંપની છે. શુક્રવારે બજાર બંધ થયા પછી BSE ઉપર કંપનીના એમકેપ 1642568.98 કરોડ રૂપિયા રહ્યા. જે પ્રમાણે TCS બીજા અને HDFC BANK ત્રીજા નબર ઉપર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp