એમેઝોન-ફ્લિપકાર્ટ પર દિવાળીનો ધમાકેદાર સેલ, જાણો કંઈ સાઇટમાં iPhone સસ્તા

PC: indianexpress.com

એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને ઓનલાઈન વેચાણ સાઈટ પર સેલ શરૂ થઇ ચુક્યો છે. એકબાજુ એમેઝોન પર ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ ચાલી રહ્યો છે તો બીજી બાજુ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ ધમાકેદાર સેલનો પ્રારંભ થયો છે. ફ્લિપકાર્ટ અને એમેઝોનના આ બન્ને સેલ આગામી તા.29 સપ્ટેમ્બર સુધી ચાલશે. જેમાં સૌથી વધુ લોકપ્રિય ચીજ iPhone 13 બની રહ્યો છે.

આ બંને સાઇટ્સ પર સેલ પહેલા જ iPhone 13 મોટાપાયે ટ્રેન્ડમાં છે. Twitter થી માંડી Google Trends સુધી iPhone 13 એ ધૂમ મચાવી મૂકી છે. ત્યારે આવો જાણીએ કે iPhone 13 પર શ્રેષ્ઠ ડીલ કયા મળી રહી છે.



16,900 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર

Apple iPhone 13 જે 128GBની સુવિધા સાથે 56,990 રૂપિયામાં ખરીદી મેળવી શકાય છે. આ મોબાઇલની હકીકતની કિંમત 69,900 રૂપિયા છે. જ્યારે ફ્લિપકાર્ટ સાઇટ પર આ iPhone 13 મોબાઈલ પર 16,900 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર પણ અપાઈ રહી છે. બીજી તરફ 256 GB ની સુવિધા સાથેનું Apple iPhoneનું મૉડલ 66,900 રૂપિયામાં મેળવી શકાય છે વધુમાં 512 GB સુવિધા સાથેના મેડલની કિંમત 86,900 સેલમાંથી ખરીદી શકાય છે.

iPhone 11ની 35,900ની કિંમતથી શરૂઆત

ફ્લિપકાર્ટના આ સેલમાં iPhone 11 રૂ. માત્ર 35,900ની કિંમતથી શરૂઆત થાય છે. 128 GB વાળા iPhone 11નું મોડેલ 39,900 રૂપિયા કિંમતમાં મળી રહ્યું છે. વધુમાં iPhone 12 miniનું 64 GB મોડલ 37,900 રૂપિયામાં મળી રહ્યું છે. એ જ રીતે સેલમાં iPhone 12નું 64 GB મૉડલ રૂ. 53,900 માં અપાઈ રહ્યું છે અને 128 GB મૉડલ રૂ. 58,900માં સેલિંગ થઇ રહ્યું છે.



એમેઝોન પર iPhone13 નો સ્ટોક જ ખૂટી પડ્યો

એટલું જ નહીં એમેઝોન સાઇટ પર તો iPhone13 નો સ્ટોક જ ખૂટી પડ્યો છે. જ્યારે 64 GB વાળો iPhone 12 43,999માં મળી રહ્યો છે. બીજી તરફ આ જ મોબાઈલ ફ્લિપકાર્ટ પર 53900માં મળી રહ્યો છે. જેથી તમે iPhone 12 એમેંઝોન પરથી ખરીદો છો તો 9901 રૂપિયા સસ્તો થઈ રહ્યો છે.

એમેઝોન કરતા ફ્લિપકાર્ટ મોંઘું

એમેઝોન પર iPhone 12 નું 128 GB મોડલ 49,999 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે ફ્લિપકાર્ટમાં આજ મોડેલ 58,900 રૂપિયામાં સેલ કરવામાં આવી રહ્યું છે. Amazon પર આઉટ
iPhone 12 Mini ને પણ ઓફ સ્ટોક દર્શાવવામાં આવી રહયા છે. આમ એમેઝોન પર iPhone 12 સિરીઝ ફ્લિપકાર્ટની સરખામણીએ સસ્તી મળી રહી છે. Amazon પર Apple iPhone 13 Pro 256GB ગોલ્ડ 1,09,900 રૂપિયામા વેચાઈ રહ્યો છે. તો ફ્લિપકાર્ટ પર 1,09,990 રૂપિયામાં દર્શાવાઇ રહ્યું છે આથી આ ફોન પણ ફ્લિપકાર્ટ પર પણ મોંઘો વેચવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp