SBIની હોમ લોન એક મહિનામાં બે વાર થઇ સસ્તી, જાણો કેટલો થશે તમને ફાયદો

PC: dnaindia.com

દેશની સૌથી મોટી SBI બેંકે એક મહિનાની અંદન હોમ લોનને બે વાર સસ્તી કરી દીધી છે. શનિવારના રોજ SBIએ MCLR આધારિત લોન રેટ્સ ઓછા કરી દીધા હતા. બેંકે પોતાનો MCLR 8.50 % ઘટાડીને 8.45% કરી દીધો હતો. આનાથી બેંકની તમામ મર્યાદાની લોનના વ્યાજદરમાં ઘટાડો થશે. વ્યાજ દરમાં ઘટાડો 10 મે 2019થી લાગુ થશે.

ગયા મહિને પણ SBIએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. એપ્રિલમાં મોનેટરી પોલિસીની જાહેરાત બાદ SBIએ 10 એપ્રિલના વાર્ષિક MCLR 5 બેઝીક પોઇન્ટ ઘટાડી દીધો હતો. આ સાથે જ બેંકે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોનનું વ્યાજ દર 10 બેઝીક પોઇન્ટ ઘટાડી દીધું હતું.

1 મેના રોજ SBIએ સેવિંગ અકાઉન્ટ ડિપોઝિટ અને શોર્ટ ટર્મ લોનના ઇન્ટરેસ્ટ રેટની નવી વ્યવસ્થા અપનાવી લીધી હતી. બેંકે એક લાખ રૂપિયાથી વધુના બેલેન્સ વાળા સેવિંગ અકાઉન્ટના વ્યાજદરને RBIના રેપો રેટ સાથે જોડી દીધા હતા. આ સાથે જ ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ ફેસિલિટી જેવી શોર્ટ ટર્મ લોનનું વ્યાજ દર પણ RBIએ રેપો રેટ સાથે જોડી દીધું હતું. RBI તરફથી રેપો રેટમાં ઘટાડો કરવાથી હોમ લોન સસ્તી થવાનો રસ્તો ક્લીયર થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp