SBIના રોકાણકારોને નફો જ નફો, દરેકને મળશે આટલું ડિવિડન્ડ!

PC: aajtak.in

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India)ના શેર હોલ્ડર્સ માટે સારા સમાચાર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં જબરદસ્ત નફો થયો છે. આથી સ્ટેટ બેંકનું બોર્ડ દરેક શેરહોલ્ડરને સારું ડિવિડન્ડ આપવા જઈ રહ્યું છે.

દરેક શેર પર મળશે આટલું ડિવિડન્ડ

જી હાં, ભારતીય સ્ટેટ બેંકના રોકાણકારોને દરેક શેર પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી 7.10 રૂપિયાનું ડિવિડન્ડ મળશે. તે માટે શેર રેકોર્ડ ડેટ 2022 નક્કી કરવામાં આવી છે. નાણાંકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં (જાન્યુઆરી-માર્ચ) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું સ્ટેન્ડલોન પ્રોફિટ  41.2% ટકા વધ્યુ છે, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને 9.113.53 કરોડ રૂપિયાનો નફો થયો છે.

 જો કે વર્ષ પહેલા આ સમયમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રોફિટ 6,450.75 કરોડ રૂપિયા હતું. જ્યારે આખા નાણાંકીય વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું પ્રોફિટ 55.19% વધીને 31,676 કરોડ રૂપિયા રહ્યું છે. ભારતીય સ્ટેટ બેંકની વ્યાજથી કમાણી પણ વધી છે. લોન પર મળનારા વ્યાજથી સ્ટેટ બેંકની કમાણી 8.6 ટકા વધી છે. જ્યારે વ્યાજથી થનારી નેટ આવક  15.26 ટકા વધીને 31,198 કરોડ રૂપિયા રહી છે. જ્યારે ગત વર્ષે આ દરમિયાન જ આ આવક 27,067 કરોડ રૂપિયા હતી.

NPAનું પ્રોવિઝન થયું ઓછું

આ દરમિયાન સ્ટેટ બેંકના NPA Provisionમા પણ ઘટ આવી છે. તે બે ક્વાર્ટર ઘટીને 3,262 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ગત વર્ષે આ 9,914 કરોડ રૂપિયા હતી. જ્યારે સ્ટેટ બેંકનું Gross NPA કુલ એસેટના 3.97 ટકા રહી ગયુ છે, જો કે ગત વર્ષે આ અવધિમાં તે 4.98 ટકા હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જાણકારી આપી છે કે તેનો રિટેઇલ પોર્ટફોલિયો હવે દસ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. જેમાં હોમ લોનની (SBI Home Loan) ભાગીદારી 23% છે અને ફક્ત તેમાં 11.49% નો વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp