તમારા સેવિંગ અકાઉન્ટમાં 1 લાખથી વધુ રકમ છે તો આ સમાચાર તમારા માટે છે

PC: thehansindia.com

SBIના બચત ખાતામાં એક લાખ રૂપિયા કરતા વધુ રકમ જમા રાખનારા બચત ખાતા ધારકોને બુધવારથી 0.25 ટકા ઓછું વ્યાજ મળશે. SBI પોતાના વ્યાજદરોને રિઝર્વ બેંકના રેપો રેટ એટલે કે અલ્પાવધિ વ્યાજ દર સાથે જોડવા જઈ રહી છે. આ સંદર્ભમાં આ પગલું લેવામાં આવ્યું છે. જોકે, SBIના બચત ખાતામાં એક લાખ રૂપિયા કરતા ઓછી રકમ રાખનારા ખાતા ધારકોને પહેલાની જેમ જ 3.5 ટકાના દરે વ્યાજ મળતું રહેશે.

SBIની વેબસાઈટ પર આપવામાં આવેલી સૂચના અનુસાર, એક લાખ રૂપિયા કરતા વધુ રકમ રાખનારા બચત ખાતાઓ પર વ્યાજ દર રિઝર્વ બેંકના રેપો રેટ કરતા 2.75 ટકા નીચે હશે. રિઝર્વ બેંકનો રેપો રેટ હાલ 6 ટકા છે. તે અનુસાર, એક લાખ રૂપિયા કરતા વધુ રકમ ખાતામાં જમા રાખનારા બેંક અકાઉન્ટ પર 3.25 ટકાના દરે વ્યાજ મળશે. જોકે, રિઝર્વ બેંક જો રેપો રેટ વધારે તો આ પ્રકારના ખાતાઓમાં વ્યાજ દર વધી જશે અને જો રિઝર્વ બેંક રેપો રેટ ઘટાડે તો બચત ખાતામાં પણ દર ઘટી જશે.

રેપો રેટ એ દર હોય છે, જેના પર રિઝર્વ બેંક કોમર્શિયલ બેંકોને એક દિવસ માટે કેશ ઉપલબ્ધ કરાવે છે. વર્તમાનમાં SBIના બચત ખાતા પર ખાતા ધારકોને 3.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. વ્યાજને પ્રત્યેક ત્રણ મહિને ખાતામાં જમા કરવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp