SBIએ ફરી લોન સસ્તી કરી, બેઝ રેટ અને PLRમાં કાપ મૂકતા EMIની રકમ ઓછી ભરવી પડશે

PC: gumlet.assettype.com

દેશની વિશાળ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને રાહત આપતા વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તા.14 સપ્ટેમ્બર 2021ના રોજ એક નિર્ણય કર્યો હતો. જેના આધાર પર બેઝ રેટમાં પાંચ પોઈન્ટ એટલે કે, 0.05 ટકાનો સીધો ઘટાડો કર્યો છે. ત્યાર બાદ નવા વ્યાજદર 7.45 ટકા થઈ જશે. બેંકે જણાવ્યું હતું કે, લેંડિંગ રેટ એટલે PLRમાં પણ 5 પોઈન્ટનો ઘટાડો કરીને 12.20 ટકા કરી દેવામાં આવશે.

આ નવા દર તા.15 સપ્ટેમ્બરના રોજ લાગુ પડી જશે. આના કારણે ફાયદો એ થશે કે, EMI પર ભરવી પડતી રકમ ઓછી ભરવી પડશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કરેલા આ નિર્ણયની સામાન્ય માણસ પર સીધી અસર થશે. આનાથી SBIના ખાતેદારોને હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત અનેક પ્રકારની લોન સરળતાથી મળી રહેશે. આ ઉપરાંત માસિક રકમ પણ ઓછી ભરવાની રહેશે. જુલાઈ 2010 બાદ દેવાયેલી તમામ હોમ લોન બેઝ રેટ સાથે લિંક છે. આ મામલે બેંકને સ્વતંત્રતા છે કે, તે કોસ્ટ ઓફ ફંડન ગણના સરેરાશ ફંડ કોસ્ટના હિસાબ પર કરી શકે છે. અથવા MCLRના હિસાબથી કરે. આ પહેલાના અઠવાડિયે ખાનગી ક્ષેત્રની કોટક મહિન્દ્રા બેંકે હોમ લોનના વ્યાજદરમાં મોટો ઘટાડો કરવાનું એલાન કર્યું હતું. કોટક મહિન્દ્રા બેંકે 0.15 ટકા કાપ મૂક્યો હતો. આ કપાત બાદ હોમ લોનનું વ્યાજ 6.50 ટકા પર આવી ગયુ હતું.

આ પહેલા જુન મહિનામાં SBIએ MCLRમાં કપાત મૂકી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જુન 2021માં પણ દરમાં મોટો ઘટાડો કર્યો હતો. એ સમયે SBIએ MCLRમાં 0.25 ટકાનો મોટો ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ એક વર્ષ માટે દરમાં ઘટાડો કરીને 7.00 ટકા રહ્યો હતો. એ પૂર્વે દર એક વર્ષ માટે 7.25 ટકા હતો. નવા દર તા. 10 જુન 2020થી લાગુ થઈ ગયા છે. બેંકે આ સિવાય પણ બેઝ રેટમાં ઘટાડો કર્યો હતો.એ પછી નવા દર 7.40 ટકા રહ્યા હતા. બેંકે રેપોરેટમાં પણ ઘટાડો કર્યો હતો. 0.40 ટકા સાથે ઘટાડો કર્યા બાદ લોન લેનારાને સીધો ફાયદો થયો હતો. આ ફાયદો એ ખાતેદારોને થયો છે જેણે એક્સટર્નલ બેંચમાર્ક લિંક્ડ રેટના આધાર પર લોન લીધેલી છે. આ રીતે રેપો લિંક્ડ રેટ પર લોન લેનારાને પણ ફાયદો મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp