આ મ્યુચ્યુઅલ ફંડમાં સેબી અને CBIની તપાસ
નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, જેને પહેલા રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખાતું હતું તેમાં સેબી અને CBIની તપાસ ચાલી રહી છે. આ તપાસ યસ બેંકના પ્રમોટર રાણા કપુરની માલિકીની મોર્ગન ક્રેડીટ પ્રાઇવેટ લિમિટેડના નોન- ક્ન્વર્ટીબલ ડિબેન્ચરમાં રિલાયન્સ મ્યુ.ફંડના રોકાણ વિશે છે.
યસ બેંકના AT 1 બોન્ડમાં રિલાયન્સની જુદી જુદી કંપનીઓએ 2850 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ તેમાંથી 950 કરોડના રોકાણની તપાસ કરવામાં આવી રહી છે.
નિપ્પોન મ્યુ. ફંડે સેબીને રજૂઆત કરી હતી કે આ કૌભાંડ રિલાયન્સના સમયનું છે, અમને મુશ્કેલીમાંથી બહાર કાઢો. એ પછી સેબી તપાસ શરૂ કરી અને તેની સાથે CBIની પણ એન્ટ્રી થઇ ગઇ હતી.CBIએ એપ્રિલ 2018ના ટ્રાન્ઝેકશન સંબંધિત દસ્તાવેજો નિપ્પોન પાસે માંગ્યા છે, પરતં હજુ સુધી કંપનીએ આપ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp