સેબીએ રોકાણકારોના ફાયદા માટે લીધો નિર્ણય, જાણશો તો લાભ થશે
શેરબજારનું નિયમન અને રોકાણકારાનો હીતમાં કામ કરતી સિક્યોરીટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(સેબી)એ રોકાણકારોના ફાયદા માટે મોટું પગલું લીધું છે.
શેરબજારમાં રોકાણ કરતા અનેક રોકાણકારો યુટ્યુબ, રીલ કે App પર સલાહ આપનારાઓના ભરોસે રોકાણ કરીને પછી મોટું નુકશાન કરે છે. સેબીએ આવા અનેક ગેરકાયદે સલાહ આપતા લોકો પર કસંજો કસ્યો છે. હવે સેબીએ રોકાણકારો માટે સારથી App લોંચ કરી છે, જેમાં રોકાણકારોને રોકાણ સંબંધે અનેક માહિતીઓ અને વીડિયો આપવામાં આવ્યા છે. એન્ડ્રોઇડ ફોન અથવા આઇએસઓ ફોનમાં પ્લેસ્ટોરમાં જઇને આ સેબીની એપ ડાઉનલોડ કરી શકો છો. આ હિંદી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
સેબીએ વેબસાઇટમાં સ્ટોક એક્સેચેન્જો, ડિપોઝીટરી અને એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ સેન્ટર ફોર ફાયનાન્સ એજ્યુકેશન જેવી સંસ્થાઓના વીડિયો મુક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp