સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ

PC: Khabarchhe.com

સુરત, 14 નવેમ્બર: સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ (BOP) સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની- કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેઇનબોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે. આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યૂએબલ એનર્જી રીવોલ્યૂશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે. નોંધનીય છે કે, એનએસસી પર બેલ સેરેમની વખતે શેર રૂ. 541.00 પર ખુલ્યો અને પહેલા સેશનમાં શેરનો ભાવ વધીને 544.90 પર પહોંચ્યો હતો.

સુરતમાં SEICCના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતિ આપી છે. કેપી એનર્જીની 2010માં શરૂઆતથી લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઊર્જા સોલ્યૂશન્સમાં શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને લેખાવે છે.

આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજીંગ ડાયરેક્ટર ડો. ફારુક જી. પટેલે જણાવ્યું હતું કે, "અમે NSE પર KP એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે; તે સ્વચ્છ ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે. તે અમારા ભાગીદારો, રોકાણકારો અને ગર્વમેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે. " NSE પર KP Energyનું આ લિસ્ટિંગ કંપનીની ઝડપી વૃદ્ધિને અનુરૂપ છે. કંપનીએ H1FY25 માટે ₹43.1 કરોડનો પ્રોફિટ આફટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો, જ્યારે વાર્ષિક ધોરણે 84%ની વૃદ્ધિ નોંધાવી હતી. આશરે 2 GWની મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન સાથે, કંપની તેની કામગીરીને વિસ્તૃતિકરણ અને ભારતમાં રીન્યૂએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એક મજબૂત સ્થિતિમાં છે.

કેપી એનર્જીના વ્હોલ ટાઈમ ડાયરેક્ટર અફફાન ફારૂક પટેલે તમામ સ્ટોકહોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું,કે "આ એનએસઈ પરનું લિસ્ટિંગ ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા રોકાણકારો અને ભાગીદારોએ અમારામાં મૂકેલા વિશ્વાસથી અમે સન્માનિત છીએ. અમે અમારા વચનો પૂરા કરવા, વૃદ્ધિને આગળ વધારવા અને બધા માટે સ્થાયી મૂલ્ય બનાવવાનું વચન આપીએ છીએ." કેપી એનર્જીના પોર્ટફોલિયોમાં આજની તારીખમાં 866 મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પૂરા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની 520+ મેગાવોટ પ્રોજેક્ટનું ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (O&M)પણ કરી છે. કંપની તેની નવીનીકરણીય ઉર્જા અસ્કયામતોનો મહત્તમ ઉપયોગ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન તકનીકોને અપનાવવામાં પણ અગ્રણી છે, જેમાં LIDAR ટેક્નોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (NOC)નો સમાવેશ થાય છે. KP એનર્જી આ નવા તબક્કામાં પ્રવેશ સાથે ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પરિવર્તનનું નેતૃત્વ કરવા તૈયાર છે. અમે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ક્લીન અને સસ્ટેનેબલ ઇકોલોજીકલ સિસ્ટમ તૈયાર કરવાની દેશની પ્રતિબદ્ધતામાં ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છીએ.

લિસ્ટિંગ સેરેમનીમાં કેપી ગ્રુપના બ્રાંડ એમ્બેસડર અને ટી-20 દિલ્હી કેપિટલના બોલિંગ કોચ મુનાફ પટેલ તેમજ બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત ગુજરાતના ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટર મુકેશ પટેલે ખાસ હાજરી આપીને શુભેચ્છા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp