આ વસ્તુ પર કેન્દ્ર સરકાર GSTમાં ધરખમ વધારો લાવી રહી છે, લગ્ન કરવા...

PC: lionnews.in

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે સરકાર 1500 રૂપિયાની ઉપરના કપડા પર GSTનો દર 12 ટકાથી વધારીને 18 ટકા કરવા માટે જઇ રહી છે. અબજોપતિઓના દેવા માફ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે.

SGCCIના પ્રમુખ વિજય મેવાવાલાએ કહ્યું કે, અમારી જાણ પણ આવ્યું છે કે દુલ્હા-દુલ્હના કપડા પર GST વધવા જઇ રહ્યો છે. આ બાબતે અમે CMI, CII, SGCCI અને ગુજરાત ચેમ્બર એક પ્લેટફોર્મ પર ભેગા થઇને નાણામંત્રીને રજૂઆત કરવાના છે.

તેમણે કહ્યું કે અત્યારે રેડીમેડ ગારમેન્ટ પર 1000 રૂપિયા સુધી 12 ટકા, 1000ની અંદર પર 10 ટકા GST લાગે છે. સરકાર હવે 1500 રૂપિયા સુધીના રેડીમેડ ગારમેન્ટ પર 15 ટકા, 1500થી 10000 સુધી 18 ટકા અને 10000 રૂપિયા ઉપરના ગારમેન્ટ પર 28 ટકા GST નાંખવા માંગે છે.

આને કારણે ગારમેન્ટ મેન્યુફેકરીંગ પર મોટી અસર ઉભી થશે એમ મેવાવાળાએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp