ડાયમંડ ઉદ્યોગ હજુ શરૂ થયો નથી, ઓકટોબરમાં નિકાસ વધી

એક મહિનાથી વધારે સમય થયો, પરંતુ ડાયમંડ ઉદ્યોગમાં કારખાનાઓ, ફેકટરીઓ કે ઓફિસો ફુલફલેજમાં શરૂ નથી થઇ. બજારમાં હજુ પણ મંદીના અણસાર જોવા મળી રહ્યા છે. જો કે, બીજી તરફ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)એ જે ડેટા જાહેર કર્યા છે તે પ્રોત્સાહક છે.

ઓકટોબર 2024માં કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડની નિકાસ 11.32 ટકા વધી છે. આ વખતે 1403.59 મિલિયન ડોલરની નિકાસ થઇ જે ઓકટોબર 2023માં 1260.91 મિલિયન ડોલર હતી. અમેરિકામાં ડિસેમ્બર મહિનામાં ક્રિસમસની સિઝનમાં ડાયમંડ જ્વેલરીનો મોટો બિઝનેસ થતો હોય છે.

જો કે આ તો ક્રિસમસને કારણે નિકાસ વધી, પરંતુ આગળ ડાયમંડ ઉદ્યોગમાં કોઇ મોટો સુધારો આવે તેવું દેખાતું નથી એવું જાણકારોનું માનવું છે. ડાયમંડ ઉદ્યોગમાં અત્યારે મોટા પાયે કોસ્ટ કટીંગ ચાલી રહ્યું છે.ઘણી કંપનીઓએ કેન્ટીન સુવિધા પણ બંધ કરી દીધી છે અને કેટલાંકે પગાર કાપ મુકી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp