સરકારે ઘઉં વિદેશમાં મોકલવા પર રોક લગાવી દીધી, આ છે કારણ

PC: khabarchhe.com

ઘઉંના ભાવ વધ્યા હોવાથી સરકાર દ્વારા વિદેશોમાં ઘઉંની નિકાસ બંધ કરવામાં આવી છે. ભાવને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત દુનિયાનું સૌથી મોટું ઘઉં ઉત્પાદન કરતો દેશ છે, ત્યારે વૈશ્વિક બજારમાં માંગણીઓ નો વધારો થયો છે. અહીંથી અને દેશની અંદર ઘઉંની નિકાસ થતી હોય છે ત્યારે તેના કારણે દેશમાં ભાવ વધી રહ્યા છે.

સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલુ રહેશે તેવું સરકાર જણાવ્યું હતું. સરકારનો આ નિર્ણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ નહીં થાય. સરકાર દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. દેશની ખાદ્ય સુરક્ષાનું સંચાલન કરવા નિર્ણય લેવાયો હોવાનો દાવો સરકારે કર્યો છે. પાડોશી દેશને જરૂરિયાતને ટેકો આપવા નિર્ણય લેવાયો હોવાનું પણ સરકારે જણાવ્યું હતું.

ભારત દેશ ઘઉંની નિકાસ કરવામાં અવ્વલ રહ્યો છે, કેમકે ભારત દેશમાં પહેલાથી ઘઉં ઉત્પાદન સારી રીતે થાય છે. લગભગ બીજા નંબરનો દેશ ભારત છે જે સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરે છે. ત્યારે પડોશી દેશોમાં શ્રીલંકા સહિતની માંગોને પણ પૂરી કરવામાં આવશે કેમકે ત્યાં ખાદ્ય અનાજના ભંડાર અગાઉ ખૂટી ગયા હોવાના પણ સમાચારો મળ્યા હતા ત્યાં શ્રીલંકાની હાલત અત્યારે ગંભીર છે તે આ સ્થિતિમાં ભારત તેમને ઘઉંની નિકાસ સરતિ આધારે કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp