
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચોખવટ કરીને કહ્યું કે, વ્યાજ દરોમાં વધારાનો આ ખરો સમય છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, મોંઘવારી હજુ પણ સૌથી મોટી ચિંતા છે અને તેના પર કાબૂ મેળવવા માટે રેપો રેટમાં વધારો કરવો જરૂરી બની રહેશે. જૂનના પહેલા સપ્તાહમાં RBIની મૌદ્રિક નીતિ સમિતિની બેઠકના મુખ્ય અંશ જાહેર કરતા રિઝર્વ બેન્કે કહ્યું કે, મોંઘવારી અમારા દાયરાની બહાર જઇ રહી છે. તેને પાછી દાયરામાં લાવવા માટે વ્યાજ દરોમાં વધારા સિવાય કોઇ અન્ય રસ્તો નજરે પડતો નથી. RBI તરફથી યોજવામાં આવેલી મીટીંગમાં કહેવાયું છે કે, વ્યાજ દરો વધારવા માટે આ જ સમય અનુકૂળ છે. મોંઘવારી પર કાબૂ મેળવવાની સાથે અર્થવ્યવસ્થાને ગતિ આપવાની બમણી ચેલેન્જ પણ સામે જ છે.
મોંઘવારીથી છૂટકારો મેળવવા માટે રિઝર્વ બેન્ક લોનને મોંઘી કરવા જઇ રહી છે. એ જ કારણ છે કે 8મી જૂનના રોજ બેઠકના નિર્ણયમાં રેપો રેટમાં 0.50 ટકાનો વધારો લાગૂ કરવામાં આવ્યો છે. તેનાથી લગભગ એક મહિના પહેલા જ ગવર્નર દાસે અચાનક પ્રેસ કોન્ફરન્સ યોજીને રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કર્યો હતો. એટલે કે ફક્ત એક જ મહિનાની અંદર વ્યાદ દરોમાં 0.90 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્ક પર મોંઘવારીને લઇને એ રીતનું દબાણ છે કે, તેનો અંદાજો હાલની બેઠકના નિર્ણયથી લગાવી શકાય છે. RBIએ ચાલુ નાણાંકીય વર્ષ માટે રીટેલ મોંઘવારીનું અનુમાન 2.20 ટકા સુધી વધારીને 6.7 ટકા કરી દીધું છે. તેમનું માનવું છે કે, તમામ પ્રયાસો છતાં મોંઘવારી 6 ટકાના નક્કી દાયરાની નીચે આવશે નહીં. મે મહિનામાં રીટેલ મોંઘવારીનો દર 7.04 ટકા રહ્યો હતો, જે એપ્રિલમાં આઠના વર્ષ ઉચ્ચતમ સ્તર 7.79 ટકા પર હતો. RBIએ ચાલુ નાણાંકીય વર્ષમાં વિકાસ દરનું અનુમાન 7.2 ટકા પર સ્થિર રાખ્યું છે.
એમપીસી સભ્ય માઇકલ પાત્રાનું કહેવું છે કે, રિઝર્વ બેન્કના નિર્ણયો મોંઘવારી પર નિર્ભર રહી શકે છે. અમારું અનુમાન ત્રણ કે ચાર ક્વાર્ટર આગળનું છે અને આ વચ્ચે રીટેલ મોંઘવારીનો દર નીચે પણ આવી શકે છે. જો ચાલુ નાણાંકીય વર્ષના બીજા બે ક્વોર્ટરમાં મોંઘવારીમાં રાહત મળે, તો વ્યાજ દરોમાં વધારાની ઘટના અટકી પણ શકે છે. જોકે, એમપીસી સભ્યોએ એવા સંકેતો પણ આપ્યા છે કે, ઓગસ્ટની બેઠકમાં રેપો રેટ ફરી એકવાર વધી શકે છે.
જો ઓગસ્ટની એમપીસીની બેઠકમાં રેપો રેટ ફરીથી વધે છે તો સામાન્ય વ્યક્તિ પર લોનનો બોજો પણ વધી શકે છે. નવી લોન લેનારા લોકો પર હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન પર વ્યાજ વધારે ચૂકવવું પડશે. વ્યાજ દરોમાં વધારો મોંઘવારી કાબૂમાં આવે ત્યાં સુધી થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp