થોડા ગરીબ થઈ ગયા દુનિયાના અમીર લોકો, જાણો અંબાણીની સંપત્તિમાં થયો કેટલો ઘટાડો

PC: economictimes.indiatimes.com

શેર બજારોમાં કડાકાને કારણે દુનિયાના 500 સૌથી ધનવાન લોકોની નેટવર્થમાં 2.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. તેમની સંપત્તિમાં કુલ 117 અરબ ડૉલરનો ઘટાડો થયો છે. એટલું જ નહીં, દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને Amazonના સંસ્થાપક જેફ બેજોસની નેટવર્થમાં 3.4 અરબ ડૉલરનો ઘટાડો આવ્યો છે.

જોકે, તે હજુ પણ 110 અરબ ડૉલરની નેટવર્થ સાથે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિના લિસ્ટમાં ટોચ પર છે. મુકેશ અંબાણીની નેટવર્થમાં પણ 2.4 અરબ ડૉલરનો ઘટાડો આવી ચુક્યો છે.

આ ઘટાડા બાદ પણ જોઈએ તો દુનિયાના 500 લોકોની પાસે આશરે 5.4 લાખ કરોડ ડૉલરની સંપત્તિ છે. તેમાં આ વર્ષે જાન્યુઆરીની સરખામણીએ 11 ટકાનો વધારો જ થયો છે.

બ્લૂમબર્ગ અનુસાર, ઘણા આંતરરાષ્ટ્રીય કારણોથી અમેરિકી બજારમાં ઘટાડો આવ્યો છે. બ્લૂમબર્ગ બિલિયનરીઝ ઈન્ડેક્સના 21 સભ્યોની સંપદામાં 1 અરબ ડૉલર અથવા તેના કરતા પણ વધુ ઘટાડો આવ્યો છે. ચીન-અમેરિકાની વચ્ચે ટ્રેડ વોર ચાલી રહી છે. હોંગકોંગ સતત નવ અઠવાડિયાથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોથી આ નાણાકીય કેન્દ્રના કામકાજમાં અવરોધો ઊભા થયા છે અને શેરોની કિંમતમાં ઘટાડો આવ્યો છે. હોંગકોંગ શેર બજારમાં નિવેશ કરનારા દુનિયાના 10 સૌથી ધનવાન વ્યક્તિઓને અહીં ઘટાડાને કારણે 19 અરબ ડૉલરનું નુકસાન થઈ ચુક્યું છે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ઘટાડો જોવા મળ્યો. ટ્રેડ વોર ઝડપી બન્યું છે. ટ્રેડ વોર વધવાને કારણે કાલના કારોબારમાં US માર્કેટમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો અને ડાઓ 767 અંક નીચે બંધ થયો. ભારતીય બજારો માટે ગ્લોબલ સંકેત મંગળવારે પણ કમજોર જોવા મળી રહ્યા છે. એશિયાઈ બજારોમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp