26th January selfie contest

નવા વર્ષ માટે રતન ટાટાએ કહેલી આ 4 વાતને આત્મસાત કરવાની જરૂર છે.

PC: jagran.com

લગભગ 83 વર્ષની વયે પહોંચેલા ટાટા ટ્રસ્ટના ચેરમેન અઢળક સંપત્તિના સ્વામી હોવા છતા જમીનથી જોડાયેલા વ્યકિત છે. રતન ટાટાએ તેમની વાતોથી યુવાનોને પ્રેરિત કર્યા, તેમને માર્ગદર્શન આપ્યું અને હમેંશા નવી ઉર્જા અને સકારાત્મકતાની સાથે નિરંતર આગળ વધવાની સલાહ આપી છે.તેમણે નવા વર્ષમાં 4 એવી વાત કરી છે જેને આત્મસાત કરવાની જરૂર છે. રતન ટાટા આ ઉંમરે જે રીતે ર્સ્ફૂર્તિથી કામ કરે છે તે માત્ર યુવાનો નહીં પણ અનેક લોકો માટે પ્રેરણાદાયી હોય છે.

દેશના અગ્રણી સન્માનીય ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાએ લોકો માટે નવા વર્ષનો સંદેશ પાઠવ્યો છે. તેમણે કહ્યું છે કે વર્ષ 2020 હવે પસાર થઇ ચુકયું છે અને એને માનવીય સંસ્કૃતિના ઇતિહાસમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

રતન ટાટાએ કહ્યું છે કે એ કહેવું મુશ્કેલ છે કે નવુ વર્ષ કેવું જશે અને તેના ગર્ભમાં શું છુપાયેલું છે, પરંતુ  આ વાસ્તવમાં હ્યુમન રેસ માટે એક ટેસ્ટની જેમ છે. ટાટાએ કહ્યું કે મને પુરો ભરોસો છે કે આપણે એમાંથી નિકળવાનો કોઇકને કોઇક રસ્તો શોધી લઇશું.

ટાટાએ કહ્યું કે એક સૌથી મોટી તાકાત છે જે આપણી પર શાસન કરે છે. આપણને માનવતા, કરૂણા અને ક્ષમા સાથે જીવતા આવડવું જોઇએ. જીવન અનિશ્ચિત છે એટલે આપણે દરેક ક્ષણનો સદુપયોગ કરવો

સન્માનીય અને સોબર વ્યકિત્ત્વ ધરાવતા રતન ટાટાએ કહ્યું હતું કે આપણે પોતાના માટે સુરક્ષિત રહેવાનો ઉપાય ચોકકસ જ કરવો જોઇએ, પરંતું એની સાથે આપણે એવા સમાધાન પણ રજૂ કરવા જોઇએ જેનાથી પૂરી માનવતાનું ભલું થાય અને પૂરી માનવતા સુરક્ષિત રહી શકે.

રતન ટાટાએ ટેકનોલોજીના  ઉપયોગ બાબતે કહ્યું હતું કે ટેકનોલોજીએ આપણા ખાવાના, રહેવાના અને રમવાના અંદાજને બદલી નાંખ્યું છે. આપણે હવે ટેકનોલોજી પર કાબુ મેળવવા માટે બહાદુર બનવું પડશે. આપણે આપસી સહયોગથી એનું સમાધાન શોધવાની જરૂર છે.

રતન ટાટાના શબ્દોનું હમેંશા વજન પડતું હોય છે, કારણે કે તેઓ તેઓ જે બોલે છે તે તેમની જિંદગીમાં પણ દેખાય છે. હમેંશા સાદગીથી જીવતા ટાટા બિઝનેસમાં પણ એટલી જ નિતીમત્તા પાળવા માટે જાણીતા છે. કોવિડ019 વખતે પણ તેમણે રિલીફ ફંડ માટે  રૂપિયા 1500 કરોડની જાહેરાત કરી  હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp