આ 8 સ્મોલકેપ શેરો પાછલા 5 દિવસોમાં 10 ટકા ભાગ્યા, પોર્ટફોલિયો મજબૂત કરી શકે છે

PC: moneycontrol.com

પાછલા અમુક દિવસોથી શેર માર્કેટ સાઇડવેઝ મૂવ કરતું દેખાઇ રહ્યું છે. પાછલા 5 દિવસોમાં સેંસેક્સ અને નિફ્ટી 3 દિવસ લાલ નિશાને બંધ થયું છે. તો 2 દિવસ ગ્રીન નિશાને બંધ થયું છે. આ પાંચ દિવસોમાં મિડ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તો સેંસેક્સમાં 1 ટકાથી વધુ ઘટાડો દેખાયો.

તેની વચ્ચે 8 સ્મોલકેપ શેર એવા રહ્યા છે જેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને દરેક સ્ટોક આ સમયમાં લગભગ 10 ટકા વધારે ભાગ્યો છે. આમાંથી પણ Himatsingka Seide અને Brightcom Group જેવા અમુક નામો છે જેમાં 25 ટકાથી વધારે તેજી જોવા મળી છે.

મનીકન્ટ્રોલ સ્વોટના એનાલિસિસ અનુસાર, આ 8માંથી 6 સ્ટોક્સમાં નબળા પોઇન્ટની તુલનામાં મજબૂત પોઇન્ટ વધારે છે. આ ઉપરાંત આ દરેક શેરોમાં ટેક્નિકલ ટ્રેન્ડ ડેલી મૂવિંગ એવરેજના આધાર પર બુલિશ સંકેત આપી રહ્યા છે.

Mangalam Cement- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 436 રૂપિયા પર બંધ થયો હતો.

Gujarat Fluorochemicals- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં 19 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 1540 રૂપિયા પર બંધ થયો હતો.

NCL Industries- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 265 રૂપિયા પર બંધ થયો હતો.

Himatsingka Seide- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 258 રૂપિયા પર બંધ થયો હતો.

Mastek- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 2498 રૂપિયા પર બંધ થયો હતો.

63 Moons Technologies- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં  17  ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 104 રૂપિયા પર બંધ થયો હતો.

Brightcom Group- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં 27 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 44 રૂપિયા પર બંધ થયો હતો.

TCI Express- પાછલા પાંચ દિવસોમાં આ શેરમાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. 20 જુલાઇના રોજ આ શેર 1644 રૂપિયા પર બંધ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp