હવે આ બેંકના ગ્રાહકો Whatsappથી કરી શકશે પેમેન્ટ

PC: inc42.com

Axis Bank Whatsapp પર ટુંક સમયમાં પેમેન્ટની સુવિધા આપવા જઈ રહી છે. આનાથી ઓનલાઈન કસ્ટમર્સને ઘણો ફાયદો થશે. Axis Bankએ મંગળવારે આ વાતની જાહેરાત કરી છે. Axis Bankએ યૂપીઆઈ (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)ને મોટો મોકો આપ્યો છે. Axis બેંકના એક્ઝિક્યુટિવ રિટેલ બેંકિંગ રાજીવ આનંદે કહ્યું કે, અમે માનીએ છીએ કે, યૂપીઆઈ આ સમયનું સૌથી મોટું ઈનોવેશન અને મોકો છે. 

અમે અમારા કસ્ટમર્સને પેમેન્ટની સુવિધા આપવા માટે Google, Whatsapp, Uber, Ola અને Samsung Pay જેવા પાર્ટનર સાથે કામ કરી રહ્યા છીએ. Axis Bankનું કહેવું છે કે, બેંક યૂપીઆઈ સ્પેસ દ્વારા 20 ટકા માર્કેટ શેર મેળવી રહી છે. રાજીવ આનંદનું કહેવું છે કે, આગામી એક-બે મહિનામાં Axis Bank યૂજર્સ Whatsapp દ્વારા પેમેન્ટ કરી શકશે. અત્યારે વીટા વર્ઝન પર આનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp