તહેવારોમાં પ્રમોશનની ભરમાર, 25 હજાર કરોડનું પ્લાનિંગ

PC: Youtube.com

તહેવારોની મોસમમાં આ વર્ષે પણ એડની ભરમાર ખીલી ઊઠી છે. ભારતીય કંપનીઓ દ્વારા એડ્વર્ટાઇઝિંગ, માર્કેટિંગ અને પ્રમોશન્સ પાછળ ₹25,000 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત 2017 કરતાં આ વખતે 10 ટકા વધુ ખર્ચ કરશે.

નિષ્ણાતો કહે છે કે આ વખતની તહેવારોની સીઝન સારી જશે અને બે આંકડાના તંદુરસ્ત વૃદ્ધિદરની અપેક્ષા છે. એકંદરે 10-12 ટકા વૃદ્ધિનો મારો અંદાજ છે. એપ્રિલ-મે-જૂન ક્વાર્ટર પ્રમાણમાં સારું રહ્યું છે. ગ્રાહકો દ્વારા ખર્ચમાં વધારો થયો છે.

નવેમ્બર 2016મા સરકારે નોટબંધી લાગુ કરી હતી અને ત્યાર પછીના વર્ષે જુલાઈમાં GST અમલી બન્યો હતો, જેથી છેલ્લાં બંને વર્ષની તહેવારોની સીઝન નરમ રહી હતી પરંતુ આ વખતે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ તેજીમય રહેવાની ધારણા છે.

ગ્રામ્ય માગ અને સારા વરસાદને કારણે જે સેક્ટર્સને મહત્તમ ફાયદો થવાની અપેક્ષા છે તેમાં FMCG, ઓટોમોબાઇલ અને ટુ-વ્હીલર તથા હેન્ડસેટ સેક્ટરનો સમાવેશ થાય છે. ખાસ કરીને ઈ-કોમર્સ વેબસાઇટ્સ દ્વારા આ વખતના તહેવારોમાં તગડાં ડિસ્કાઉન્ટ્સની ઓફર થવાથી વેચાણ વધશે.

પ્રબળ આશાવાદને કારણે નવી કંપનીઓ પણ એડ્વર્ટાઇઝિંગ કરે તેવી શક્યતા છે. આ વર્ષે નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ જેવી કેટલીક નવી ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટ કંપનીઓ જોવા મળશે. આ કંપનીઓ તહેવારોની સીઝનમાં ખર્ચ કરે તેવી ધારણા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp