રતન ટાટાએ શેર કરી રોકસ્ટાર સ્લેશ સાથે તસવીર, રણવીર સિંહે આપ્યું આ રિએક્શન

PC: twitter.com/RNTata

રતન ટાટાએ સોશિયલ મીડિયા પર પોતાની એક થ્રોબેક તસવીર શેર કરી છે જેમાં તેઓ ગન્સ એન રોજેજના ગટાર વાદક શાઉલ ઉર્ફે સ્લેશ સાથે નજરે પડી રહ્યા છે. ટાટા સંસના ચેરમેને પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે જ્યારે તેઓ સ્ટોર પર સંગીતકારને મળ્યા તો તેઓ કેલિફોર્નિયામાં પોતાના એક રિટેઇલ આઉટલેટના પ્રવાસ પર હતા. તેઓ પોતાની નવી જેગુઆર XKR લેવા માટે ત્યાં ગયા હતા. ત્યારબાદ તેમણે ઘણી વાતચીત કરી અને સાથે તસવીર પણ ખેચાવી.

રતન ટાટાએ ઇન્સ્ટાગ્રામ પર રોકસ્ટાર સ્લેશ સાથે એક તસવીર શેર કરી અને લખ્યું કે જે દિવસે હું પોતાના રિટેઇલ આઉટલેટ્સને મળવા માટે ઉત્સાહિત હતો જે ત્યાં પર પોતાની નવી જેગુઆર XKRની ડિલિવરી લઈ રહ્યો હતો. એક ખૂબ જ વિનમ્ર રોકસ્ટાર, સ્લેશ. બ્રાયન એલન દ્વારા ક્લિક કરવામાં આવી. શેર કરતા જ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. રતન ટાટાએ સ્લેશ સાથે ફેમ શેર કરતા રણવીર સિંહ, ડિનો મોરિયા અને કેટલીક સેલિબ્રિટીઓ પણ હેરાન રહી ગયા. રણવીર સિંહે લખ્યું કે વાહ! તે ખૂબ સારું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ratan Tata (@ratantata)

ટ્વીટર પર મારુ નામના યુઝરે લખ્યું કે સ્લેશ અને રતન ટાટા સાથે, હવે હું શાંતિથી મારી શકીશ. જુહૈદ ફારૂક નામના યુઝરે લખ્યું કે રતન ટાટા સ્લેશ સાથે એમ મળી રહ્યા છે જેમ કે બીજા જેગુઆર કસ્ટમર હોય. હું જ્યારે પણ રતન ટાટાને જોઉ કે તેમની બાબતે વાંચુ છું તો તેઓ હંમેશાં ખૂબ સરળ નજરે પડે છે. એક્ટર ડિનો મોરિયાએ લખ્યું કે 2 રોકસ્ટર્સ. સ્લેશનું અસલી નામ Saul Hudson છે.

તેમનો જન્મ 23 જુલાઇ 1965મા થયો હતો. તેઓ એક બ્રિટિશ અમેરિકન સંગીતકાર, ગીતકાર, રેકોર્ડ પ્રોડ્યુસર છે. સ્લેશ ગન્સ એન્ડ રોજેજ લોસ એન્જિલ્સનો એક અમેરિકી હાર્ડ રોક બેન્ડ છે જેને વર્ષ 1985મા બનાવવામાં આવ્યા હતા. બેન્ડમાં ગાયક એક્સલ રોજ, મુખ્ય ગિટાર વાદક સ્લેશ, રિધમ ગિટાર વાદક ઈજી સ્ટ્રેડલિન, બેસિસ્ટ ડફ મેકકગન અને ડમર સ્ટીવન એડલર સામેલ છે.  80ના દશકના અંત અને 90ની શરૂઆતમાં તેમની બોલબાલા હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp