બ્રિટનના આ ગામના રહેવાસીઓમાં માલ્યા છે `ડાર્લિંગ’

07 Dec, 2017
07:31 PM
PC: hindustantimes.com

ભારતની 17 બેન્કોને રૂ. 9 હજાર કરોડમાં રાતા પાણીએ નવડાવી લંડન નાસી ગયેલા વિજય માલિયાને એકએક ભારતીય ઝેરની નજરે જોતો હશે, પરંતુ બ્રિટનના ટેવિન ગામના રહેવાસીઓની આંખોમાં ભારતના આ ભાગેડુ ઉદ્યોગપતિ વસી ગયા છે એટલું જ નહીં પણ તેઓ તેમના હીરો છે.લંડનથી 48 કિલોમીટર સુધી ટ્રાઈવિંગ કરો તો ટેવિન ગામ આવે છે. 2000ની વસતિ ધરાવતા ગામને માલિયાએ ક્રિસમસ ટ્રી આપ્યું હતું. ત્યારપછી આખું ગામ માલિયા પર વારી ગયું છે. બ્રાઉન પબના બારમેન રોઝે માલિયા વિશે જણાવ્યું હતું કે તેઓ અમારા ગામની અતુલ્ય સંપત્તિ છે. તેમના જેવા માણસ મેળવી અમારા હરખનો પાર નથી. તેઓ જાદુગર છે અને તેમનો પ્રભાવ તન-મન પર છવાઈ જાય છે. વળી તેઓ ફોર્મ્યુલા વનમાં પણ નંબર વન છે.