26th January selfie contest

ઘરે જાવઃ આ કંપનીમાં કામના કલાક પૂરા થતા જ ઓટોમેટિક બંધ થઇ જાય છે કમ્પ્યુટર

PC: india.com

એક કંપની પોતાના કર્મચારીઓ માટે જે સૌથી સારું કામ કરી શકે છે તે છે તેમને એક હેલ્ધી વર્ક લાઇફ બેલેન્સ કરવામાં મદદ કરવાનું. જ્યારે આ આઇડિયલ સિનેરિયો છે, વાસ્તવમાં એવું ઘણું ઓછું જોવા મળે છે. છતા મધ્ય પ્રદેશની એક IT કંપનીએ એમ કરવાનો પ્રયત્ન કર્યો છે. કંપનીએ પોતાના કર્મચારીઓને વધુ કામ ન કરવા માટે પ્રેરિત કર્યા છે. એક કર્મચારીએ પોતાની સ્ક્રીન પર ચેતવણીનો એક સ્ક્રીનશૉટ શેર કર્યો અને તેમાં લખ્યું કે, ‘તમારી શિફ્ટનો સમય પૂરો થઇ ગયો છે, કાર્ય પ્રણાલી 10 મિનિટમાં બંધ થઇ જશે. કૃપયા ઘરે જાઓ.’

લિંક્ડઇન યુઝરે શેર કર્યું કે, કામના કલાકો બાદ કોઇ ફોન કોલ કે E-mail નહીં હોય. કંપની ઇચ્છે છે કે તેમના કર્મચારી સુવિધાથી ખુશ અનુભવે અને તેમને ત્યાં સારું વર્ક કલ્ચર છે. કમેન્ટ સેક્શનમાં લોકો આ પ્રકારની ચર્ચા કરી રહ્યા છે જે આખરે આ કઇ કંપની છે જે આટલી સુવિધા આપી રહી છે, જ્યારે ઘણા લોકોએ કહ્યું કે, કર્મચારી આ પ્રકારનું કામ કરીને ખુશ થશે. કેટલાક લોકોને લાગ્યું કે ડેસ્કટોપ કે લેપટોપ લોક થવા પહેલાંનો સમય છે. સીમા પૂરી કરવા માટે ઘણો બધો દબાવ બનેલો રહેશે.

એક લિંક્ડઇન ઇઝરે લખ્યું કે, 'મને અહીં કામ કરવામાં ખૂબ ખુશી થશે. વધુ કુશળ અને ઉત્પાદક.' એક અન્ય યુઝરે લખ્યું કે, 'એમ થવા પર સાંજે 7 વાગ્યા બાદ કોઇ મતલબ વિનાની મીડિયામાં હિસ્સો લેવાથી સારું છે. લોકો પોતાના ઘરે જવા નીકળશે અને આરામ કરશે. અન્ય એક યુઝરે લખ્યું કે, એ કેટલાક માટે ખુશીનો સોર્સ હશે, વિશેષ રૂપે નીચેના સ્તરના કર્મચારીઓ માટે, પરંતુ બીજાઓ માટે વધુ દબાવનો સ્ત્રોત. હું વિચારી શકું છું કે ઘણી મીટિંગ્સ બાદ મને કામ કરવું પડશે અને પછી હું મહત્ત્વપૂર્ણ વસ્તુ પૂરી નહીં કરી શકું કેમ કે મારું લેપટોપ બંધ થઇ જશે. એ ઘણો બધો દબાવ છે.

એચ.આર. તન્વી ખંડેવાલે શેર કર્યું કે, તેની કંપની નિર્ધારિત કલાકો બદ કર્મચારીઓને ઘરે જવા માટે યાદ અપાવે છે અને ડેસ્કટોપના વોર્નિંગ આપ્યા બાદ બંધ થઇ જય છે. તેણે કંપનીમાં કામ કરવાના પોતાના ઉત્સાહ બાબતે પણ જણાવ્યું અને કહ્યું કે, કર્મચારીઓને પોતાના કાર્યદિવસનો આનંદ લેવા માટે કોઇ વિશેષ પ્રેરણાની જરૂરિયાત નથી. તે અમારી ઓફિસની હરકત છે, આ પ્રકારના નિર્ણયોથી #WorkLifeBalanceને સમર્થન મળે છે. કંપની તરફથી રિમાઇન્ડર નાખવામાં આવે છે અને એક ચેતવણી સાથે નક્કી સમય બાદ ડેસ્કટોપને લોક કે બંધ કરી દેવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp