વોરેન બફેટ જેવા અમીર બનવું છે તો કરો બસ આ 2 કામ, બની જશો પૈસાવાળા

PC: cnbc.com

વોરેન બફેટને દુનિયાના સફળ રોકાણકારોમાંના એક માનવામાં આવે છે. 30 ઓગસ્ટ 1930ના રોજ અમેરિકાના નેબ્રાસ્કામાં તેમનો જન્મ ખૂબ જ સાધારણ પરિવારમાં થયો હતો. તેમણે 11 વર્ષની ઉંમરથી જ શેરબજારમાં પૈસા રોકવાનું શરૂ કરી દીધું હતું અને આજે તેમની ઉંમર 92 વર્ષની થઈ ગઈ છે. આજની તારીખમાં, તેઓ વિશ્વના છઠ્ઠા નંબરના અમીર વ્યક્તિ છે. આ સાથે જ તેઓ પ્રખ્યાત બર્કશાયર હેથવે કંપનીના સૌથી મોટા શેરહોલ્ડર અને CEO પણ છે.

દુનિયાના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ છે વોરેન બફેટ

અહીં તમને જણાવી દઈએ કે, વોરેન બફેટની કુલ સંપત્તિ 7.98 લાખ કરોડ રૂપિયા છે. તેમની સંપત્તિ અમેરિકી GDPના 0.436 ટકા છે. વોરેન બફેટ ક્યારેય પણ પોતાના નાસ્તા પર 3.17 ડૉલરથી વધુ ખર્ચ નથી કરતા, આ સિવાય તેઓ આજે પણ તે ઘરમાં જ રહે છે, જે તેમણે વર્ષ 1958મા ખરીદ્યું હતું.

વોરેન બફેટની સફળતાના 2 નિયમ

નિયમ નંબર 1 - નેવર લૂઝ મની એટલે ક્યારેય પૈસા નહીં ગુમાવશો
નિયમ નંબર 2 - પ્રથમ નિયમને ક્યારેય નહીં ભૂલશો

વોરેન બફેટ પાસેથી શું શીખવું જોઈએ

1. અહીં તમને જણાવી દઈએ કે, વોરેન બફે પાસેથી શીખવું જોઈએ કે રોકાણકારોએ રોકાણની પાયાની વાતોને એટલે કે શેર ખરીદો અને લાંબા સમય સુધી રાખો તેને અનુસરવું જોઈએ.

2. આ સાથે જ, જ્યારે લોકો માર્કેટમાં લોભીયા હોય તો તમે ડરપોક બની જાઓ અને જ્યારે તેઓ ડરી રહ્યા છે તો તમે લોભીયા બની જાઓ.

3. આ સિવાય કોઈ પણ સારી કંપનીના શેર જો યોગ્ય કિંમતે છે તો તેને ખરીદો નહીં કે વાજબી કંપનીના શેર ઊંચા ભાવે ખરીદો.

4. પોર્ટફોલિયોને હંમેશા વિવિધતા વાળું રાખો. આ સિવાય જોખમને ઘટાડવા માટે અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરો.

કેવી રીતે વધારી શકો છો તમે તમારું મૂલ્ય?

વોરેન બફેટે કહ્યું છે કે, જો તમે તમારું મૂલ્ય દુનિયામાં વધારવા માંગો છો તો બે બાબતો પર ધ્યાન આપવાની જરૂરત છે. સૌથી પહેલા તો, તમે સ્પષ્ટ રીતે લખતા અને બોલતા શીખો. જો તમે આવું કરી લો છો, તો વિશ્વાસ કરો કે તમે તમારા મૂલ્યને ઓછામાં ઓછી 50 ટકા સુધી વધારી શકો છો.

પ્રેમને વેચી નથી શકતા તમે

વોરેન બફેટે પ્રેમ અને પૈસાની સરખામણી કરતા કહ્યું છે કે, પ્રેમને તમે પૈસાથી નથી ખરીદી શકતા. એટલે કે, પ્રેમની સાથે એ સમસ્યા છે કે તમે તેને વેચી નથી શકતા. જો તમને કોઈની પાસેથી પ્રેમ જોઈએ છે, તો તમારે પણ તેના બદલામાં તેને પ્રેમ આપવો પડશે.

જો તમારી પાસે ખૂબ પૈસા છે તો તે ખૂબ જ પરેશાન કરશે. જો તમને એવું લાગે છે કે પૈસાથી તમે પ્રેમ ખરીદી શકો છો, તો તે શક્ય નથી. તમે લોકોને જેટલો વધુ પ્રેમ આપો છો તેટલો જ તમને મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp