એલન મસ્કે એવું તે શું કહ્યું કે બિટકોઇનના ભાવ ફરી ઉંચકાઇ ગયા

PC: indianexpress.com

દુનિયાના અબજોપતિની યાદીમા સ્થાન મેળવનાર અને ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કના એક  નિવેદન પર બિટકોઇનના ભાવ ઉંચકાઇ ગયા છે. મસ્કે કહ્યું કે  હું પંપ કરી શકું છું, પણ ડમ્પ કરતો નથી. મસ્કે કહ્યું કે ટેસ્લા અને સ્પેસએકસ ની બહાર બિટકોઇનમાં મારું સૌથી મોટું હોલ્ડીંગ છે. જો બિટકોઇનના ભાવમાં ગાબડાં પડે તો મારી કમાણીને ગુમાવવી પડે. તેમણે કહ્યું કે હું બિટકોઇનને સફળ જોવા માંગુ છું.

ફરી એક વખતે બિટકોઇનને લઇને એલન મસ્ક ચર્ચામાં છે. એલન મસ્કે સ્પષ્ટતા કરી દીધી છે કે આગામી સમયમાં પોતાની ટેસ્લા કંપનીની કારની ખરીદી મટે બિટકોઇનનો સ્વીકાર કરશે. મતલબ કે તમે બિટકોઇન દ્રારા પેમેન્ટ કરીને ટેસ્લાની કાર ખરીદી શકશો. મસ્કના નિવેદન પછી બિટકાઇનના ભાવમાં તેજી આવી ગઇ છે અને સાથે સાથે અન્ય ક્રિપ્ટોકરન્સીના ભાવ પણ ઉંચકાઇ ગયા છે. તો બીજી તરફ ટેસ્લાના શેરનો ભાવ પણ વધી ગયો છે.

હકિકતમાં, ક્રિપ્ટોકરન્સી કાઉન્સિલ ફોર ઇનોવેશન દ્રારા ધ બી વર્ડ નામના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલન મસ્ક ઉપરાંત ટવિટરના સીઇઓ જેક ડોર્સી સહિતની સેલિબ્રિટી ઉપસ્થિત રહી હતી, જેમણે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમો રોકાણ કરેલું છે.

એલન મસ્કે બિટકોઇન પર નિવેદન આપતા કહ્યું હતું કે બિટકોઇન માઇનિગ માટે હાઇડ્રો પાવર,જિયોથર્મલ અને ન્યૂક્લિયર બધા સારા  ઉર્જા સ્ત્રોત છે. મસ્કે કહ્યું હતું કે એક વખત એ વાતનું સમર્થન થઇ જાય કે બિટકોઇન માઇનિંગ 50 ટકા અથવા તેના કરતા વધારે રિન્યૂએબલ એનર્જિનો ઉપયોગ કરે છે, તો ટેસ્લા ફરીથી ક્રિપ્ટોકરન્સીનો સ્વીકાર કરવાનું શરૂ કરી દેશે. મસ્કે કહ્યું કે મેં પંપ કરતા હુ, મગર ડમ્પ નહીં કરતા.

ઇંક અને સ્કેવર ઇંકના સીઇઓ જેક ડોર્સી અને આર્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટના ચીફ કેથી વુડ પણ બિટકોઇનના સમર્થનમાં આવ્યા છે. જેક ડોસીએ કહ્યું કે બિટકોઇન એનર્જિ સેકટરમાં ઇનોવેશનને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે. તો કેથી વુડે કહ્યું હતું કે મને પુરો વિશ્વાસ છે કે બિટકોઇન વધારે પર્યાવરણ માટે અનુકુળ હશે.

જયારથી બિટકોઇનમાં પોઝિટીવ એપ્રોચ શરૂ થયો છે ત્યારથી બિટકોઇનના ભાવમાં તેજી શરૂ થઇ છે. હાલમાં બિટકોઇનના ભાવમાં 4.48 ટકાની તેજી જોવા મળી છે, જેને કારણે બિટકોઇનનો ભાવ 32 હજાર ડોલર પર પહોંચ્યો છે.જાણકારોના કહેવા મુજબ એલન મસ્કના નિવેદનની અસર હજુ થોડા દિવસ સુધી જોવા મળશે.

બિટકોઇન ઉપરાત ઇથેરિયમ 6.87 ટકા વધીને 1981.86 ડોલર પર પહોંચ્યો છે.કારડાનો ભાવ 4.17 ટકા વદીને 1.16 ડોલર અને ડોગીકોઇનનો ભાવ 10 ટકા વધીને 0.23 5604 પર પહોંચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp