આવતા અઠવાડિયે રજૂ થનાર 'નવા આવકવેરા બિલ'ના ફાયદા શું?

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યું. સંસદમાં બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી સીતારમણે મધ્યમ વર્ગના લોકોને મોટી ભેટ આપી. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો પર કોઈ ટેક્સ નહીં લાગે. આનાથી લગભગ 10 કરોડ કરદાતાઓને રાહત મળશે. આ ઉપરાંત, 'નવું આવકવેરા બિલ' આવતા અઠવાડિયે રજૂ કરવામાં આવશે.
બજેટ સત્ર દરમિયાન સંસદમાં 'નવું આવકવેરા બિલ' રજૂ કરવામાં આવશે. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે, આ એક 'નવો કાયદો' હશે, 'હાલના કાયદામાં સુધારો' નહીં. નવો આવકવેરા કાયદો રજૂ કરવાનો હેતુ હાલના આવકવેરા કાયદા, 1961ને સરળ, સ્પષ્ટ અને સમજી શકાય તેવો બનાવવાનો છે. કાયદા મંત્રાલય આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરી રહ્યું હતું. જે આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.
હાલના કાયદાની સમીક્ષા માટે આવકવેરા વિભાગને 6,500 સૂચનો મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'નવા આવકવેરા બિલ'માં, હાલના કાયદાની જોગવાઈઓ અને પ્રકરણોમાં ઘણી હદ સુધી ઘટાડો કરવામાં આવશે. આ ઉપરાંત, જે જોગવાઈઓ વ્યવહારમાં નથી તે દૂર કરવામાં આવશે.
તેના ફાયદા જાણી લો... : હાલમાં, આવકવેરા અધિનિયમ, 1961માં લગભગ 23 પ્રકરણો અને 298 કલમો છે. નવા આવકવેરા બિલના અમલીકરણ સાથે, વિવાદો અને મુકદ્દમામાં ઘટાડો થશે. આ કાયદો સરળ ભાષામાં લખવામાં આવશે, જેથી સામાન્ય લોકો તેને સરળતાથી સમજી શકે. બિનજરૂરી અને જૂની જોગવાઈઓ દૂર કરવામાં આવશે. કરદાતાઓને કરની ખાતરી મળશે. કરવેરા વિવાદોને ઓછા કરવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે, હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી અને સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે જૂની કર વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પહેલા બજેટ ભાષણમાં, નાણામંત્રીએ મોટી કર રાહતની જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ, 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ નાણાકીય વર્ષ 2025-26થી કોઈ કર ચૂકવવો પડશે નહીં. આ સાથે, સરકાર પગારદાર કર્મચારીઓને 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ આપશે. એટલે કે તેમની વાર્ષિક 12 લાખ 75 હજાર રૂપિયા સુધીની આવક કરમુક્ત રહેશે. સરકારનું કહેવું છે કે, આ નવી આવકવેરાની જાહેરાતોથી મધ્યમ વર્ગ પરનો કરનો બોજ ઓછો થશે. સરકાર માને છે કે આ બોજ ઘટાડવાથી ખર્ચ, બચત અને રોકાણમાં વધારો થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp