RBIએ રૂપિયાને નીચે જતો અટકાવવા મહિનામાં 44 અબજ ડૉલર ખર્ચ્યા, એવું તે શું કર્યું?
છેલ્લા કેટલાક સમયથી ભારતીય રૂપિયો ડૉલર સામે સતત ઘટી રહ્યો છે. મંગળવારે રૂપિયો 85.15ના સર્વકાલીન નીચલા સ્તરે બંધ થયો હતો. પરંતુ ભાગ્યે જ તમે જાણો છો કે રિઝર્વ બેંક (RBI)એ ઓક્ટોબર મહિનામાં રૂપિયાને વધુ નીચે જતો બચાવવા માટે એક મોટું પગલું ભર્યું હતું. જો સેન્ટ્રલ બેંક દ્વારા આ પગલું ન લેવાયું હોત તો રૂપિયો વધુ ગગડી શક્યો હોત. ઘટી રહેલા રૂપિયાને રોકવા માટે RBIએ ફોરવર્ડ અને સ્પોટ કરન્સી માર્કેટમાં 44.5 બિલિયન ડૉલરની જંગી રકમ લગાવી હતી. RBIના તાજેતરના બુલેટિનમાં સમાવિષ્ટ ડેટાએ સ્પષ્ટ કર્યું છે કે, સ્પોટ વેચાણ 9.3 બિલિયન ડૉલર હતું, જ્યારે ફોરવર્ડ સેલ સૌથી વધુ 35.2 બિલિયન ડૉલર હતું.
RBI દ્વારા લેવામાં આવેલા પગલાં છતાં, ડિસેમ્બર મહિનામાં રૂપિયાનું મૂલ્ય 85 રૂપિયા પ્રતિ ડૉલરના સ્તરને વટાવી ગયું છે. જો ઓક્ટોબરમાં RBI દ્વારા પગલાં લેવામાં ન આવ્યા હોત તો ડૉલર સામે રૂપિયો વધુ ગગડી શક્યો હોત. ઓક્ટોબર મહિનામાં બજારમાં RBIના હસ્તક્ષેપને કારણે રૂપિયાને વધુ નીચે જતો બચાવી શકાય છે. આ સમયગાળા દરમિયાન, US ડૉલરની માંગમાં વધારો થવાને કારણે, વિદેશી રોકાણકારોએ ભારતમાંથી ઘણું નાણું પાછું ખેંચ્યું હતું. RBIના પગલાથી મદદ મળી કે ડૉલર સામે રૂપિયાની કિંમતમાં વધુ ઘટાડો થયો નથી.
આ દરમિયાન શેરબજારમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલા પગલાને કારણે બજારમાં પૈસાની કોઈ અછત નથી. ઓક્ટોબરમાં વિદેશી રોકાણકારોએ દેશના શેરબજારમાંથી 10.9 બિલિયન ડૉલર પાછા ખેંચી લીધા હતા. પરંતુ આ જ સમયગાળા દરમિયાન રૂપિયાની કિંમતમાં માત્ર 30 પૈસાનો ઘટાડો થયો હતો અને મહિનાના અંતે તે 84.06 રૂપિયા પ્રતિ ડૉલર રહ્યો હતો. જોકે, ઓક્ટોબર મહિનામાં US ડૉલરની કિંમતમાં 3.2 ટકાનો વધારો થયો છે. આ સિવાય ઇમર્જિંગ માર્કેટ કરન્સીના મૂલ્યમાં 1.6 ટકાનો ઘટાડો થયો છે. દરમિયાન, રૂપિયાનું મૂલ્ય તેના અગાઉના સ્તરે રહ્યું, કારણ કે રિઝર્વ બેંક દ્વારા મોટી માત્રામાં ડૉલરનું વેચાણ કરવામાં આવ્યું હતું.
મની માર્કેટના નિષ્ણાતો માને છે કે રિઝર્વ બેન્કે નવેમ્બર મહિનામાં પણ મોટા પ્રમાણમાં ડૉલરનું વેચાણ કર્યું હશે. નવેમ્બર 2024માં, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ભારતીય નાણાકીય બજારોમાંથી નાણાં પાછા ખેંચ્યા. તેનું કારણ US ડોલરની કિંમતમાં વધારો અને વ્યાજદરમાં વધારો છે. જેના કારણે વિશ્વભરમાં જોખમી રોકાણમાં રોકાણકારોનો રસ ઓછો થયો છે. નવેમ્બર મહિના દરમિયાન નેટ FPI આઉટફ્લો 2.4 બિલિયન ડૉલરની નજીક રહ્યો હતો.
તાજેતરમાં, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન, દેશનો GDPનો આંકડો 5.4 ટકાના 18 મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો. આ પછી, ડૉલર સામે રૂપિયામાં ઘટાડો થયો, આ ઉપરાંત, છેલ્લા બે મહિના દરમિયાન, વિદેશી રોકાણકારો (FII)પણ ભારતીય શેરબજારમાંથી તેમના પૈસા પાછા ખેંચી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં રૂ. 1.16 લાખ કરોડના સ્થાનિક શેરનું વેચાણ થયું છે. FII દ્વારા નાણાં ઉપાડવાથી વિદેશી ચલણની માંગમાં વધારો થાય છે અને સ્થાનિક ચલણ પર તેની નીચે તરફના દબાણની અસર જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp