કોણ છે જયંતિ ચૌહાણ જેને 7000 કરોડની બિસલેરી કંપની નથી સંભાળવી, જાણો શું છે કારણ

PC: twitter.com

બિસલેરીનો ઈતિહાસ ભારતમાં આશરે 5 દશક જૂનો છે. ભારતમાં બિસલેરીની બોટલબંધ પાણી વેચવાની ઈન્ડ્સ્ટ્રીમાં જાણીતી બનાવવાનો શ્રેય રમેશ ચૌહાણને જાય છે. તેમણે આ કંપનીનનો સોદો માત્ર 28 વર્ષમાં કર્યો હતો. હવે તેમની ઉંમર વધીને 82 વર્ષની થઈ ગઈ છે. અસલમાં, રમેશ ચૌહાણે આ કંપનીને બનાવવામાં પોતાની જવાનીથી વૃદ્ધાવસ્થા સુધીનો સમય આપી દીધો છે. તેમણે માત્ર 4 લાખ રૂપિયામાં બિસલેરી કંપનીને ખરીદી હતી, જે આજે હજારો કરોડની બની ચૂકી છે.

ભારતમાં પેક્ડ વોટરનું માર્કેટ 20000 હજાર કરોડ રૂપિયાથી વધારેનું છે. તેમાં 60 ટકાથી વધારાનો ભાગ અસંગઠિત છે. બિસ્લેરીનું સંગઠિત માર્કેટમાં ભાગીદારી આશરે 32 ટકાની છે. મતલબ દેશમાં દર ત્રીજી પાણીની બોટલ બિસલેરીની વેચાય છે. પરંતુ હવે રમેશ ચૌહાણે બિસલેરી કંપનીને વેચવાનો નિર્ણય લીધો છે. આ અંગે વાત કરતા રમેશ ચૌહાણે કહ્યું છે કે શા માટે તેમણે આ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને ભારતમાં જાણીતી કર્યા પછી વેચવાનો નિર્ણય કર્યો છે. જાવો જઈએ તો કંપની નફામાં છે અને બિઝનેસ પણ દર વર્ષે વધારી રહી છે.

ઈટીનો રિપોર્ટ માનીએ તો રમેશ ચૌહાણની ઉંમર 82 વર્ષની થઈ ગઈ છે, વધતી ઉંમરની સાથે સાથે ખરાબ સ્વાસ્થ્યના કારણે તેમણે આ કંપનીને વેચવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિસલેરીને આગળ વધરાવ અથવા તેને આગામી સ્તર પર લઈ જવા માટે ચેરમેન પાસે કોઈ ઉત્તરાધિકારી નથી. શું ખરેખરમાં કંપનીને ચલાનરું કોઈ નથી. સૌથી પહેલા રમેશ ચૌહાણના પરિવારની વાત કરીએ તો તેમને એક છોકરી છે અને તેનું નામ જયંતિ ચૌહાણ છે, તેની ઉંમર 37 વર્ષની છે અને તે બિસલેરીની વાઈસ ચેરપર્સન છે.

કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, જયંતિના પિતા અને બિસલેરીના કર્તા-ધર્તા રમેશ ચૌહાણે પોતાની છોકરીને 24 વર્ષની ઉંમરમાં જ કંપનીની જવાબદારી સોંપી દીધી હતી. શરૂઆતમાં જયંતિને દિલ્હી ઓફિસની જવાબદારી આપવામાં આવી હતી. જેના પછી 2011માં મુંબઈ બિસલેરી ઓફિસની જવાબદારી પમ તેને સોંપી દેવામાં આવી હતી. જેના પછી ગ્લોબલ લેવલ પર બ્રાન્ડને પહોંચાડવામાં જયંતિનો ઘણો ફાળો છે. હવે રિપોર્ટનું માનીએ તો રમેશ ચૌહાણે બિસલેરીને વેચવાના ઘણા કારણોમાંથી એક કંપનીમાં છોકરી જયંતિનો રસ ન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

તેમની છોકરી અને બિસલેરીની વાઈસ ચેરપર્સન જયંતિ આ બિઝનેસને લઈને ઉત્સુક જોવા નથી મળી રહી. જેના કારણે બિસલેરી કંપનીને વેચવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે બિસલેરીના ચેરપર્સન અને એમડી પદની જવાબદારી રમેશ ચૌહાણના ખભા પર છે, પત્ની ઝૈનાબ ચૌહાણ કંપનીની ડાયરેક્ટર છે. રિપોર્ટ પ્રમાણે, બિસલેરી ઈન્ટરનેશનલના ચેરમેન રમેશ ચૌહાણે કહ્યું છે કે આગળ જઈને કોઈએ તો આ કંપનીને સંભાળવી પડશે, આથી અમે તેનો યોગ્ય માર્ગ શોધી રહ્યા છીએ. હજુ માત્ર વાતચીત ચાલી રહી છે, ડીલ ફાઈનલ નથી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp