સરકાર વ્યવહાર નહીં સુધારે તો ગુજરાતમાં કોઇ મૂડીરોકાણ નહીં કરે, આવું કોણે કહ્યું

PC: khabarchhe.com
મે ગુજરાતમાં બિઝનેસ નહીં કરી શકીએ, કારણ કે અમને બિઝનેસ કરવા માટેનું એટમોસ્ફિયર મળતું નથી. કદમ કદમ પર અમારી કસોટી થાય છે. બિઝનેસ શરૂ કરવા માટેની પ્રક્રિયા એટલી બઘી જટીલ અને લાંબો સમય માગી લે તેવી છે કે કોઇપણ ઉદ્યોગજૂથ સરકારની આંટીઘૂંટીમાંથી બહાર આવી શકતો નથી. આ વાત મોટા ઉદ્યોગોની નથી. આ વાત મલ્ટીનેશનલ કંપનીઓ માટેની નથી. આ વાત માત્ર માઇક્રો, લધુ અને મધ્યમ ઉદ્યોગ સંચાલકોની છે.

ગુજરાતમાં એમએસએમઇ હેઠળ નોંધાયેલા કુલ ઉદ્યોગની સંખ્યા 6.38 લાખ થવા જાય છે જે પૈકી 5.37 લાખ ઉદ્યોગો તો સૂક્ષ્મ એટલે કે માઇક્રો કેટેગરીમાં આવે છે. સૌથી મોટી સમસ્યાનો સામનો આ ઉદ્યોગો કરી રહ્યાં છે. બીજા ક્રમે 97000 જેટલા લધુ ઉદ્યોગો છે અને 4200 મધ્યમ ઉદ્યોગો છે. આ ઉદ્યોગોમાં 17 લાખ કરતાં વધુ લોકો કામ કરી રહ્યાં છે. રાજ્યમાં નવા મૂડીરોકાણકારોને ઉદ્યોગ સ્થાપવો છે પરંતુ સરકારની વિવિધ મંજૂરીઓમાં તેમની ફાઇલ અટવાઇ ચૂકી છે. જોકે સ્ટાર્ટઅપ સિસ્ટમમાં ઉદ્યોગ ઝડપથી મંજૂર થઇ રહ્યો હોવાનો દાવો ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કર્યો હતો.

ગુજરાતમાં માઇક્રોલધુ અને મધ્યમ ઉદ્યોગોને અનેક કઠિનાઇઓનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આ ક્ષેત્રમાં વધુ રોકાણ નહીં કરવા પર અમે ગંભીરતાથી વિચારી રહ્યાં છીએ તેવી ચેતવણી આ ઉદ્યોગજૂથોએ આપી છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ મુશ્કેલીઓ મોટા વેપારીઓ અને સરકારના વિભાગો તરફથી આવી રહી છે. ગુજરાતમાં એમએમએમઇ માટે અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે છતાં સરકાર તરફથી કોઇ પ્રોત્સાહન આપવામાં આવતા નથી. આ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પ્રતિકૂળતા જોવામાં આવી રહી છે. મોટા ખરીદારો સમય પર ચૂકવણી કરતા નથી. સરકારના પ્રોત્સાહનો આપવામાં વિલંબ થઇ રહ્યો છે. સરકારની નીતિઓમાં રોડમેપની કમી છે. સરકારના વિભાગો નાના ઉદ્યોગકારોને પજવી રહ્યાં છે. વિક્ષેપ ઉભો કરી રહ્યાં છે.

અમદાવાદમાં આયોજીત એક સેમિનારમાં નાના ઉદ્યોગકારોએ સરકાર પર પ્રહારો કર્યા હતા. આ સમયે ઇન્ડેક્ષ્ટ-બીના મેનેજીંગ ડિરેક્ટર રાજકુમાર બેનિવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોર્મસના સહ-અધ્યક્ષ સુનીલ પારેખે કહ્યું હતું કે જમીન અને પ્રોજેક્ટ નિર્માણમાં પરમીટ મેળવવામાં સુગમતા નથી. જીએસટીપીએફઇએસઆઇસીના અનુપાલનમાં નિરીક્ષણ કરતી એજન્સીની આવશ્યકતા છે.

નાના ઉદ્યોગકારોના પ્રશ્નો સમજીને રાજકુમાર બેનીવાલે કહ્યું કે નાના ઉદ્યોગકારોને મૂડીરોકાણ કરવા માટે સુવિધા પોર્ટલ બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરવો જોઇએ. આ પોર્ટલમાં બઘાં પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવતું હોય છે. આ પોર્ટલ પર ઉદ્યોગો માટે 70 જેટલી મંજૂરીઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અમે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર ફોકસ કરી રહ્યાં છીએ.

ગુજરાત એનઆરઆઇ સમૂહના એક હોદ્દેદારે સરકારી અધિકારીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે જો સરકાર તેનો વ્યવહાર ઉચિત નહીં રાખે તો કોઇપણ યુવા ઉદ્યોગપતિ ગુજરાતમાં મૂડીરોકાણ નહીં કરે. કોર્પોરેટ કાનૂનોમાં એવો માહોલ બન્યો છે કે જ્યાં કોઇપણ વેપારી તેને સુરક્ષિત મહેસૂસ કરી શકતો નથી. ભવિષ્યમાં જે નાના ઉદ્યોગકારો તેમનો બિઝનેસ કરવા માગે છે તેમને ગુજરાતથી દૂર જવા માટે સરકારી નીતિઓ પ્રેરી રહી છે.

ડીઆઇસીસીઆઇના એક પ્રતિનિધિએ કહ્યું કે દલિત ઉદ્યોગરારોને 70 ટકા સબસીડી આપવાનું ઠરાવ્યું હોવા છતાં પાંચ વર્ષથી તેમને કોઇ પ્રોત્સાહન રકમ મળી શકી નથી. સરકારી સત્તાવાર આંકડો છે કે એક મામલામાં 25 કરોડ રૂપિયાના બજેટમાંથી 15 કરોડ રૂપિયા વપરાયા વિનાના પડી રહેવાથી તે લેપ્સ થઇ ચૂક્યાં છેકારણ કે તેમાં કોઇ દાવેદાર ન હતા.

નાના વ્યવસાયકારીઓની ફરિયાદો માટે કાનૂની પ્રાવધાન છે છતાં મોટા ખરીદારો 45 દિવસની મુદ્દતમાં તેમને બાકી રકમ ચૂકવતા નથી. એક રોકાણકારે કહ્યું કે અમે સરકારી કાયદા અને નિયમોના પાલનમાં એટલા બઘા વ્યસ્ત બની ચૂક્યાં છીએ કે અમે અમારા વ્યવસાયના વિકાસ માટે ધ્યાન આપી શકતા નથી. સરકારે છેલ્લે એક એવો આદેશ કરવો પડ્યો કે સરકારની મંજૂરી વિના પહેલા ઉદ્યોગ શરૂ કરો અને પછીથી મંજૂરી મેળવો. આમ કરવાનું કારણ માઇક્રો અને લધુ ઉદ્યોગોને મંજૂરી માટે પડતી મુશ્કેલીઓ જવાબદાર છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp