શું શિક્ષણ સસ્તું થશે?ફી પરનો GST ઘટી શકે છે,શિક્ષણ ક્ષેત્રને બજેટથી ઘણી અપેક્ષા
નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ 2024 રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. મોદી સરકાર 3.0ના આ સંપૂર્ણ બજેટથી દેશભરના લોકોને ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને મધ્યમ વર્ગને આવકવેરા, શિક્ષણ, મેડિકલ વગેરે ક્ષેત્રોમાં મોંઘવારીમાંથી રાહત મળવાની આશા છે. શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો, શિક્ષણ ઉદ્યોગને શિક્ષણ પરના GSTમાં રાહતની આશા છે.
ઉદ્યોગના હિતધારકોને આશા છે કે, બજેટ 2024માં શિક્ષણને વધુ સસ્તું અને સુલભ બનાવવા પર ભાર મૂકવામાં આવશે. મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પરીક્ષાની તૈયારીના અભ્યાસક્રમોથી લઈને નોકરી-સંબંધિત કૌશલ્ય પ્રશિક્ષણ સુધીના વિવિધ કાર્યક્રમો ઓફર કરે છે, આ પ્લેટફોર્મ ખાસ કરીને ગરીબી રેખા (BPL) અને ઓછી આવક જૂથ (LIG) બેકગ્રાઉન્ડમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બજેટમાં ખાસ જાહેરાત કરવામાં આવી શકે છે.
'ફિઝિક્સ વાળા'ના સહ-સ્થાપક અને ઈન્ડિયા એડટેક કન્સોર્ટિયમ (IEC)ના ચેરપર્સન પ્રતીક મહેશ્વરી કહે છે, 'હાલનો 18 ટકા ટેક્સ સ્લેબ શિક્ષણ જેવા મૂળભૂત ક્ષેત્ર માટે ઘણો ઊંચો છે. GSTમાં ઘટાડો થવાને કારણે આ પરિવારો દ્વારા શિક્ષણ પાછળ ખર્ચવામાં આવતા નાણાંમાં ઘટાડો થશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ બાળકોને સરળતાથી મળી રહેશે.'
IIHMR યુનિવર્સિટીના પ્રમુખ ડૉ. P.R. સોડાણીએ જણાવ્યું છે કે, 'ભારતમાં શિક્ષણ પરનો વર્તમાન GDP ખર્ચ 4.6 ટકા છે, તેથી અમને આશા છે કે, આગામી બજેટ યુવાનોના ભવિષ્ય માટે મજબૂત પાયો નાખશે. આધુનિક સમય સાથે વિદ્યાર્થીઓએ તેમના સુરક્ષિત ભવિષ્ય માટે પોતાને અપડેટ રાખવાની જરૂર છે. તેથી, ઉચ્ચ કૌશલ્ય અભ્યાસક્રમો પરના કરમાં ઘટાડો નવીનતા, સમાવેશીતા, બહેતર સંસાધન ફાળવણી અને બધા માટે સરળ ઍક્સેસ માટેની તકોને પ્રોત્સાહન આપશે. હેલ્થકેર સેક્ટર સાથે નજીકથી કામ કરીને, અમે હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માટે મજબૂત નાણાકીય મોડલ માટે હાકલ કરીએ છીએ, જેથી કરીને સ્વાસ્થ્ય વ્યવસ્થાપનનું ભણતા યુવાનોને લાભ મળી શકે.'
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ ટેક્નોલોજી (BIMTECH), ગ્રેટર નોઇડાના ડિરેક્ટર પ્રબિના રાજીબે જણાવ્યું હતું કે, 'છેલ્લા કેન્દ્રીય બજેટ 2023-2024માં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે આશરે રૂ. 44 હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા, જે પાછલા વર્ષો કરતાં 8 ટકા વધુ હતા. એથી વધુમાં, વચગાળાનું બજેટ 2024 મહિલાઓના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને કેટલાક યુવા તાલીમ કાર્યક્રમોને પ્રાથમિકતા આપવામાં આવી. આ જ સિદ્ધાંતને અનુસરીને, NEPનો ધ્યેય 2040 સુધીમાં તમામ સંસ્થાઓમાં મલ્ટિડિસિપ્લિનરી ઉચ્ચ શિક્ષણ સ્થાપિત કરવાનો છે. આગામી મોનસૂન બજેટ 2024એ વર્તમાન શૈક્ષણિક વલણો પર ભાર મૂકવો જોઈએ અને કૌશલ્ય, અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ દ્વારા ઉદ્યોગની જરૂરિયાતોને સંબોધિત કરવી જોઈએ. તેથી, ગ્રામીણ ભારતમાં શિક્ષણની પહોંચ પ્રદાન કરવી, નવીનતાને પ્રોત્સાહિત કરવી અને વૈશ્વિક પડકારોને ઉકેલવાની ક્ષમતા પ્રદાન કરવી એ મુખ્ય ધ્યેયો છે. આ વ્યૂહાત્મક ધ્યેયો માત્ર શિક્ષણ ક્ષેત્રને જ લાભ નહીં કરશે, પરંતુ વધુ સારા ભવિષ્ય તરફ દોરી જશે, જે ભારતને કૌશલ્ય આધારિત ટકાઉ રાષ્ટ્ર તરફ દોરી જશે.
અહીં તમને જણાવી દઈએ કે, વચગાળાના બજેટ 2024માં સરકારે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ માટે 73 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. શિક્ષણ ક્ષેત્રને મળેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી હતી. અગાઉ ગત નાણાકીય વર્ષમાં શિક્ષણ ક્ષેત્ર માટે 68,804.85 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
જ્યારે, વચગાળાના બજેટમાં શિક્ષણ મંત્રાલયની યોજના PM SHRIના ભંડોળમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલનું ભંડોળ, ખાસ કરીને સરકારી શાળાઓને મોડેલ શાળાઓમાં રૂપાંતરિત કરવા માટે લાવવામાં આવ્યું હતું, તેને વચગાળાના બજેટ 2024માં રૂ. 3250 કરોડથી વધારીને રૂ. 6050 કરોડ કરવામાં આવ્યું હતું. જ્યારે 2023-24માં તે રૂ. 2800 કરોડ હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp