યસમેડમે સ્ટ્રેસ અનુભવતા કર્મચારીઓને કાઢ્યા, મેજિકપીને આવકાર્યા, થઇ વાહ વાહ

PC: newsable.asianetnews.com

યસમેડમ નામની કંપની છે. આ કંપનીએ માનસિક સ્વાસ્થ્ય અંગે આંતરિક સર્વે હાથ ધર્યો હતો. લગભગ 100 કર્મચારીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ તણાવ અનુભવતા હતા. યસમેડમે એ તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા. પહેલેથી જ તણાવમાં કામ કરી રહેલા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા ત્યારે એવું લાગતું હતું કે, જાણે તેમના પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. આ તે મુશ્કેલ સમય છે જ્યારે લોકોને હિંમત અને સહાનુભૂતિની જરૂર હોય છે. આ મુશ્કેલ સમયમાં બીજી કંપની આવી અને યસમેડમથી છૂટા કરાયેલા 100 કર્મચારીઓ પાસે નોકરી માટે અરજીઓ મંગાવી. બીજી કંપનીની ખૂબ પ્રશંસા થઈ રહી છે, જ્યારે યસમેડમની ટીકા થઈ રહી છે.

ગુરુગ્રામ સ્થિત કંપની મેજિકપિને યસમાડમથી છૂટા કરાયેલા કર્મચારીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. આ કંપની ફૂડ ડિલિવરી કરે છે. મેજિકપીનના ક્રિએટિવ ડિરેક્ટર માધવ શર્માએ LinkedIn પર એક પોસ્ટ લખી છે. તેણે લખ્યું, 'આ અભિયાન કોઈપણ તણાવ વિના સફળતાપૂર્વક પૂર્ણ થયું.' તેમની પોસ્ટમાં હેલ્મેટ પહેરેલા અને પોસ્ટર પકડેલા બે મેજિકપિન કર્મચારીઓના ફોટા પણ સામેલ છે. એક પોસ્ટર પર લખ્યું હતું કે, 'નો મેડમ, સ્ટ્રેસ્ડ એમ્પ્લોઇઝ કેન પરફોર્મ! બિકોઝ ધે કૅર!' તેનો અર્થ છે, 'ના મેડમ, તણાવગ્રસ્ત કર્મચારીઓ પણ સારું પ્રદર્શન કરી શકે છે, કારણ કે તેઓ કાળજી રાખે છે.' બીજા પોસ્ટર પર લખેલું હતું કે, મેજિકપિન છૂટા કરાયેલા કર્મચારીઓને તેના વિવિધ વિભાગોમાં નોકરીમાં જોડાવા માટે આમંત્રણ આપે છે. આ મેસેજ સાથે HR ટીમનું E-mail ID પણ આપવામાં આવ્યું છે.

અહીં તમને જણાવી દઈએ કે, આંતરિક માનસિક સ્વાસ્થ્ય સર્વેક્ષણ પછી, યસમેડમ કંપનીએ લગભગ 100 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા, જેમાંથી મોટાભાગનાએ કહ્યું હતું કે, તેઓ ભારે તણાવ અનુભવી રહ્યા હતા. યસમેડમ લોકોને તેમના ઘરે સલૂન સેવાઓ પૂરી પાડે છે. તેના યુઝર્સ ઘરે બેઠા જ સ્પા, સલૂન, ફેશિયલ વગેરે જેવી સેવાઓ બુક કરી શકે છે.

મેજિકપીનની આ પહેલની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઘણા લોકોએ આને કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. એક યુઝરે લખ્યું, 'માધવ શર્મા, શાનદાર પહેલ! આપણે હંમેશા આપણા માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.' જ્યારે, અન્ય એક વ્યક્તિએ તેને યાદગાર અને પ્રશંસનીય ઘટના ગણાવી.

મેજિકપીનની આ પહેલે માત્ર યસમેડમના કર્મચારીઓ જ નહીં પરંતુ અન્ય રસ ધરાવતા લોકોનું પણ ધ્યાન ખેંચ્યું. LinkedIn પોસ્ટના ટિપ્પણી વિભાગમાં, ઘણા લોકોએ MagicPin પર નોકરીની તકો વિશે પૂછપરછ કરી. તેના પર માધવ શર્માએ જવાબ આપ્યો કે, કોઈપણ વ્યક્તિ મેજિકપીનમાં પોતાનો બાયોડેટા મોકલી શકે છે.

યસમેડમના નિર્ણયની આકરી ટીકા થઈ રહી છે. એક વ્યક્તિએ પોતાની નારાજગી વ્યક્ત કરતા લખ્યું, 'તે શરમજનક છે કે પોતાના તણાવ વિશે પ્રમાણિકતાથી વાત કરવાને કારણે કોઈ વ્યક્તિ તેની નોકરી ગુમાવી શકે છે. યસમેડમ, તમે સમસ્યાના મૂળને ખતમ કરવાને બદલે કર્મચારીઓને જ કાઢી મૂક્યા. તમે તેમને નીકળ્યા, જેમની પાસે પોતાના વિચારો વ્યક્ત કરવાની હિંમત હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp