સેલેબ્રિટી CEOની કામ કરવાની રીતના કારણે Zilingo બરબાદ થઇ

PC: asiamedia.lmu.edu

પહેલી વખત જોતા લાગે છે કે, ફેશન સ્ટાર્ટઅપ ઝીલીંગો અચાનક ડગવા લાગી. પણ, આ સત્ય નથી. ઝીલીંગોની બરબાદીની વાર્તાની શરૂઆત આ વર્ષે માર્ચમાં જ થઇ ગઇ હતી. તો આવો જાણીએ કે મોટા મોટા દાવા કરતી ઝીલીંગો આખરે ધરાશાયી કઇ રીતે થઇ ગઇ.

સિંગાપોરની ઝીલીંગોએ માર્ચમાં 30 વર્ષની પોતાની CEO અંકિતી બોઝને સસ્પેન્ડ કરી દીધી હતી. તેના પર નાણાંકીય ગોટાળાના આરોપ લાગ્યા હતા. થોડા સપ્તાહમાં સ્ટાર્ટઅપને લોન આપનારાઓએ પૈસા માગવાના શરૂ કર્યા. 100થી વધુ કર્મચારીઓએ નોકરી છોડી દીધી. હવે કંપનીના અસ્તિત્વને લઇને સવાલ ઉભા થઇ રહ્યા છે.

ઝીલીંગોની બરબાદીની વાર્તાએ દક્ષિણપૂર્વ એશિયાથી અને બહારની ટૈક ઇન્ડસ્ટ્રીને હલાવી દીધી છે. આ સ્ટાર્ટઅપે કેટલાક મોટા ઇનવેસ્ટર્સ પાસેથી 30 કરોડ ડોલરથી પણ વધારે પૈસા એકઠા કર્યા હતા. તેમાં Temasek Holdings અને Sequoia Capital પણ શામેલ હતા.

બોઝે કોઇ પ્રકારના નાણાંકીય ગોટાળામાં શામેલ હોવાનો ઇનકાર કર્યો છે. પણ, કહેવાઇ રહ્યું છે કે, આ CEOની કામ કરવાની રીત ખૂબ જ હાઇ પ્રોફાઇલ હતી. તે વિશ્વભરમાં ફરતી હતી. હોંગકોંગથી લઇને કેલિફોર્નિયામાં થનારી ટેકનોલોજીના પ્રોગ્રામમાં તેના લેક્ચર થતા હતા.

ઝીલીંગોના વર્તમાન 60થી વધુ એમ્પ્લોઇઝ, મર્ચન્ટ્સ, ઇનવેસ્ટર્સ, આત્રોપ્રેન્યોર્સ વેગેરે લોકો સાથે વાતચીત કરતા ખબર પડી કે, બોઝના નેતૃત્વમાં ઝીલીંગો ઘણા વર્ષોથી સંઘર્ષ કરી રહી હતી. બોઝ હેઠળ કામ કરી ચૂકેલા લોકોનું કહેવું છે કે, તેની મેનેજમેન્ટની સ્ટાઇલથી એમ્પ્લોઇઝ તેનાથી દૂર થઇ ગયા. તેનાથી બિઝનેસને ખૂબ નુકસાન થયું.

સેલ્સ વધારવા માટે ઝીલીંગો અલગ અલગ સ્ટ્રેટેજી અપનાવતી હતી. તેમાં 10 લાખ ડોલરની મોરોક્કોની પ્રમોશનલ ટૂર, કસ્ટમર્સને લોન અને અમેરિકામાં થોડો સમય વિતાવવા જેવી ઓફર શામેલ હતી. જાપાનના ટેક ટાઇટન મનાતા માસાયોશી સોનનું ધ્યાન આકર્ષિત કરવા માટે એક સમયે બોઝ ગ્રોથને લઇને પાગલ થઇ ગઇ હતી.

ઝીલીંગોની દુર્દશામાં બોઝ વધુ લાંબા સમય સુધી તેના સપોર્ટર રહેલા શૈલેન્દ્ર સિંહ વચ્ચેના સંબંધો ખરાબ થવાનું પણ યોગદાન છે. મુદ્દાની જાણકારી રાખનારા લોકોએ કહ્યું કે, શૈલેન્દ્ર સિંહ Sequoia Indiaના હેડ છે. બન્ને વચ્ચે વર્ષો સુધી સારા સંબંધ હતા. પણ, નાણાંકીય દબાણ વધતા આ સંબંધો તુટી ગયા.

શૈલેન્દ્રનો ભરોસો એ યુવા ફાઉન્ડર પરથી ઉઠવા લાગ્યો, તેને તેમણે ઘણાં વર્ષો સુધી સાથ આપ્યો હતો. બીજી બાજુ બોઝનો આરોપ છે કે, શૈલેન્દ્રએ તેની સાથે દગો કર્યો છે. શૈલેન્દ્રએ બોઝને તેની કંપનીમાંથી બહાર કઢાવી હતી.

એક સમયે બન્નેની લડાઇ એટલી વધી ગઇ હતી કે, મે મહિનામાં Sequoiaના વકીલોએ બોઝને લીગલ નોટીસ પણ મોકલી હતી. તેમાં કહેવાયું હતું કે, તે Sequoia પર આરોપ લગાવવાના બંધ કરે, કારણ કે, તેની છબીને નુકસાન પહોંચી શકે છે.

ઝીલીંગોનો મુદ્દો કંપનીની અંદરના નબળા કોર્પોરેટ ગવર્નન્સની પોલ ખોલે છે. સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી માટે આ કોઇ નવી વાત નથી. ઝીલીંગોએ બે વર્ષ સુધી એન્યુઅલ રિટર્ન ફાઇલ ન કર્યું. સિંગાપોરમાં કોઇ કંપની માટે આ જરૂરી શરત છે. ઓડિટર KPMG LLPએ હાલ સુધી ફાઇનાન્શિયલ યર 2019-20ના ઝીલીંગોના રિઝલ્ટ પર હસ્તાક્ષર નથી કર્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp