1 જાન્યુ.થી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવુ થશે મોંઘુ! સરકારે એના પર પણ આટલો GST નાખી દીધો

PC: khabarchhe.com

જો તમે પણ ઘર બેસીને ઓનલાઇન ફૂડ ઓર્ડર કરો છો તો આ સમાચાર તમારા માટે છે. હવે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનું મોંઘું થશે. Zomato અને Swiggy જેવી ઓનલાઇન એપ આધારિત ફૂડ ડિલિવરી પ્લેટફોર્મોને હવે 5 ટકા GST આપવું પડશે. ઓનલાઇન ફૂડના રેટ 1 જાન્યુઆરી 2022થી વધી જશે. લાંબા સમયથી ફૂડ ડિલવારી સર્વિસીસને પણ GST કાઉન્સિલની બેઠકમાં આ માગણીને મંજૂરી પણ મળી ગઈ હતી. સરકારે ફૂડ ડિલિવરી કરનારી કંપનીઓ પર 5 ટકા GST આપવી પડશે.

લાંબા સમયથી ફૂડ ડિલિવરી સર્વિસીસને પણ  GSTના દાયરામાં લાગવાની માગણી ચાલી રહી હતી ત્યારબાદ 17 ડિસેમ્બરે થયેલી GST કાઉન્સિલની બેઠકમાં આ માગણીની મંજૂરી પણ મળી ગઈ હતી. સરકાર દ્વારા ફૂડ ડિલિવરી કરનારી કંપનીઓ પર 5 ટકા GST લગાવવામાં આવી છે. અત્યાર સુધી રેસ્ટોરાં આ ટેક્સને ચૂક્વે છે પરંતુ નવા નિયમ લાગુ થવાથી ફૂડ ડિલિવરી કંપનીઓ આ ટેક્સને ચૂકવશે. આ નવી વ્યવસ્થાને દેશભરમાં 1 જાન્યુઆરી 2022થી લાગૂ કરવામાં આવશે. જોકે યુઝર્સ પર તેનો કોઈ ફરક પાડવાનો નથી કેમ કે તે પહેલાથી જ ક્લિયર કરવામાં આવી ચૂક્યું છે કે સરકાર આ ટેક્સ ગ્રાહકો પાસેથી નહીં લે પરંતુ કંપનીઓ પાસેથી વસૂલે છે. એવામાં નવું વર્ષ ઓનલાઇન ઓર્ડર કરનાર લોકો માટે ભારે પડવાનું છે.

GSTના નવા નિયમો બાદ ફૂડ એગ્રીગેટર એપ્સની એ જવાબદારી હશે કે તે જે રેસ્ટોરાં દ્વારા સર્વિસ પ્રોવાઈડ કરાવી રહી છે તેમની પાસે ટેક્સ કલેક્ટ કરે અને તેને સરકાર પાસે જમા કરાવે. પહેલા રેસ્ટોરાં GST કલેક્ટ તો કરતા હતા પરંતુ તેને સરકાર પાસે જમા કરાવવામાં અનિયમિતતા રહેતી નથી. ખાવા પીવાના સામાનમાં કાર્બોનેટેડ ફ્રૂટ ડ્રિંક મોંઘું થયું છે. તેના પર 28 ટકા GST અને તેના પર 12 ટકા કંપનસેશન સેસ લાગશે. એ પહેલા તેના પર માત્ર 28 ટકા GST લાગી રહ્યું છે. એ સિવાય આઇસક્રીમ ખાવાની મોંઘી પડશે. તેના પર 5 ટકા GST લાગતી રહી હતી જે હવે 18 ટકા થઈ ગઈ છે.

GST કાઉન્સિલે હાલમાં જ મેં આ નિર્ણય લીધો છે કે ફૂડ એગ્રીગેટર એપ પર ઓર્ડર થયેલા ફૂડ પર મળનારી GST રકમનો હિસ્સો રેસ્ટોરાંને નહીં આપે પરંતુ તેઓ પોતે 5 ટકા GST રકમની ચુકવણી સરકારને કરશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પણ તેને લઈને સ્પષ્ટ કરી દીધું હતું કે આ કોઈ નવો ટેક્સ નથી માત્ર તેને સરકારી ખજાનામાં જમા કરાવવાનું સ્વરૂપ બદલવામાં આવ્યું છે જેથી ટેક્સ ચોરી રોકી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp