અમદાવાદમાં મોબાઈલ અને લેપટોપની ચોરી કરતી ગેંગના સભ્યો પોલીસના હાથે પકડાયા

PC: youtube.com

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દિવ્યાંગ બનીને લેપટોપ અને મોબાઈલની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગના બે આરોપીઓ અમદાવાદ પોલીસના સકંજામાં આવી ગયા છે. આ મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં લોકોના ઘરમાથી મોબાઈલ અને લેપટોપ ચોરી કરતી ગેંગને પકડવા માટે અમદાવાદની મણિનગર પોલીસ કાર્યવાહી કરી રહી તે દરમિયાન બાતમીના આધારે લેપટોપ અને મોબાઈલ ચોરી કરતી તામિલનાડું ગેંગના બે સભ્યોની ધરપકડ મણિનગર પોલીસે કરી છે. આરોપીના નામ સત્યરાજ અને બલરાજ છે જાણવા મળ્યા છે. આ આરોપી પાસેથી પોલીસે ચોરીના 27 મોબાઈલ અને 9 લેપટોપ જપ્ત કર્યા છે.

પોલીસે આ મામલે માહિતી આપતા જણાવ્યુ હતું કે, કેટલાક લોકોએ પોતાના ઘરમાથી લેપટોપ અને મોબાઈલ ચોરી થવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે તપાસ કરતાં લેપટોપ અને મોબાઈલની ચોરી જનાર બે આરોપીઓને પોલીસે પકડ્યા છે. પોલીસે આ ચોરીની ચોરી કરવાની રીત બાબતે જણાવતા કહ્યું કે, આ ચોર બેરા અને મુગા બનીને લોકોના ઘરે પોતાની સારવાર માટે ડોનેશન માગવા માટે જાય છે અને જો કોઈ ઘર આ લોકોને ખુલ્લુ દેખાઈ તો આ ઇસમો ઘરમાં ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ જાય છે.

આ મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, તામિલનાડું ગેંગના 5થી 6 શખ્સો અમદાવાદ આવ્યા હતા અને છેલ્લા કેટલાક સમયથી આ લોકો અમદાવાદના મણિનગર વિસ્તારમાં રૂમ ભાડે રાખીને રહેતા હતા. આ આરોપીઓ લેપટોપ અને મોબાઈલની ચોરી કરીને તામિલનાડું રવાના થઈ જતાં હતા. ચોરી કરેળ મોબાઈલ અને લેપટોપ તામિલનાડુંમાં વેચીને આ તમામ આરોપીઓ પૈસાનો સરખો ભાગ પાડતા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp