પંચમહાલમાં કાર અકસ્માતમાં એક પરિવારના 7 બાળકોના મોત

PC: dainikbhaskar.com

પંચમહાલના શિવરાજપુર પાસે એક કાર અકસ્માતની ઘટના બની હતી. આ કાર ઘટનામાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા હતા. હાલોલ-બોડેલી રોડ પર પર કાર અચાનક રસ્તાની બાજુમાં રહેલા નાળામાં ખાબકી હતી. આ ઘટનામાં એક જ પરિવારના સાત બાળકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો બોડેલીમાં રહેતા ખત્રી પરિવારના 10 લોકો કાર લઈને શનિવારે હાલોલમાં રહેતા તેમના સંબંધીને મળવા આવ્યા હતા. સંબંધીને મળ્યા બાદ ખત્રી પરિવાર ઇન્ડીકા કાર લઈને પોતાના ઘરે બોડેલી જવા પરત ફર્યો હતો. જ્યારે કાર હાલોલ-બોડેલી રોડ પર શિવરાજપુર નજીક પહોંચી ત્યારે ભાટ ગામના પાટીયા પાસે કારનું ટાયર અચાનક ફાટ્યું હતું. ટાયર ફાટીને કારમાંથી છૂટું પડી જવાના કારણે કાર સંતુલન ગુમાવીને ડિવાઈડર અને ગ્રીલ વગરના પાણી ભરેલા નાળામાં ખાબકી હતી. કાર નાળામાં ખાબકવાની જાણ આસપાસ રહેતા લોકોને થતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બચાવાની કામગીરી હાથ ધરી હતી. નાળામાં પાણી ભરાયેલું હોવાના કારણને ગામ લોકો દ્વારા કરવામાં આવતી બચાવ કામગીરીમાં મોટી મુશ્કેલી ઊભી થઈ હતી.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગામ લોકો અને પોલીસ દ્વારા 3 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે નાળામાં પાણી ભરેલું હોવાના કારણે કારમાં પરિવારના 7 બાળકોના મોત થયા હતા. પોલીસ અને ગામલોકો દ્વારા 7 બાળકોના મૃતદેહોને કારની બહાર કાઢીને જાબુંધોડાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp