વડોદરા પોલીસે દારૂ ભરેલા કન્ટેનર સાથે 9 બૂટલેગરની ધરપકડ કરી

PC: Youtube.com

વડોદરામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આમ તો ગુજરાતમાં દારૂબંધીના કાયદાનું ચુસ્તપણે અમલ થતું હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે પણ રોજબરોજ જે દારૂ પકડાવાના કિસ્સાઓ પ્રકાશમાં આવે છે તે પરથી એવું લાગે છે કે, દારૂબંધીના કાયદાનો અમલ કરવામાં સરકાર ક્યાંકને ક્યાંક કૂણું વલણ અપનાવી રહી છે. વડોદારામાં ક્રાઇમ બ્રાન્ચની રેડ દરમિયાન દારૂની સપ્લાય કરતા એક આર્મીમેન સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર વાત કરવામાં આવે તો ઉતરાયણને લઈને બૂટલેગરો દ્વારા જે દારૂની જથ્થો બહારથી મગાવવામાં આવ્યો હતો, તે વડોદરા ક્રાઇમબ્રાન્ચે પકડી પાડ્યો છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચને દારૂની હેરફેરી થતી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને શંકાસ્પ્દ એક કન્ટેનરની ચેકિંગ કરતાં કન્ટેનરમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂના મુદ્દામાલ સાથે કન્ટેનરને પણ કબજે કર્યું હતું. આ ઉપરાંત ત્રણ કાર સાથે 9 બૂટલેગરોની ધરપકડ કરી હતી. આ બૂટલેગરોમાં એક નિવૃત આર્મીમેનનો પણ સમેવેશ થાય છે. આર્મીમેનની સંડોવણી બહાર આવતા આર્મીનો દારૂ વેચવામાં આવતો હોવાના કૌભાંડનો પણ પર્દાફાશ થાય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp