પતિ બે પત્નીના ઘરે એક-એક રાત રોકાતો અને બહાનું બનાવતો કે...

PC: completewellbeing.com

અમદાવાદના બાપુ નગરમાં રહેતી પરિણીતાને લગ્નના 8 વર્ષે ખબર પડી હતી કે, તેના પતિને બે પત્ની છે. પતિ નોકરીમાં નાઈટ શિફ્ટ હોવાનું કહીને ઘરેથી નીકળીને બીજી પત્નીના ઘરે ચાલ્યો જતો હતો, આ પતિ આ રીતે ખોટું બોલી બોલીને આઠ વર્ષ સુધી બે પત્ની સાથે ઘર સંસાર ચલાવતો રહ્યો. જ્યારે પરિણીતાએ આ વાતની જાણ સાસુ-સસરાને કરી ત્યારે તેમણે પરિણીતાને કહ્યું હતું કે, આ વાતની અમને ખબર છે તારે જે કરવું હોય તે કરજે. 

અમદાવાદમાં રહેતી નીતા (નામ બદલ્યું છે) નામની પરિણીતાના લગ્ન 2012માં જીગ્નેશ મિશ્રા નામના વ્યક્તિ સાથે થયા હતા અને તેને એક સાડા પાંચ વર્ષનો પુત્ર છે. લગ્નના 7 વર્ષ વીતી ગયા પછી નીતાને ખબર પડી હતી કે, જીગ્નેશને બે પત્નીઓ છે અને તે છેલ્લા સાત વર્ષથી બંને પત્ની સાથે રહે છે. સમગ્ર ઘટનાની જાણ નીતાને ફેસબુકના માધ્યમથી થઈ હતી. એક દિવસ નીતા ફેસબુક પર ફોટાઓ જોઈ રહી હતી, ત્યારે તેણે પોતાના પતિ જીગ્નેશનો ફોટો અન્ય સ્ત્રી સાથે જોયો હતો. ત્યારે નીતાએ પતિ જીગ્નેશને આ વિશે પૂછ્યું હતું કે, આ ફોટામાં તેમની સાથે ઉભેલી યુવતી કોણ છે ત્યારે જીગ્નેશે કહ્યું હતું કે, તે તેની મિત્ર છે.

આ વાતને 15 દિવસો વીતી ગયા પછી નીતા તેની દેરાણી સાથે ખરીદી કરવા માટે ગોતા વિસ્તારમાં આવેલી માર્કેટમાં ગઈ હતી ત્યારે તેની મુલાકાત જીગ્નેશ સાથે ફોટામાં રહેલી ગીતા (નામ બદલ્યું છે) સાથે થઈ હતી. નીતાએ ગીતા પાસે જઈને જીગ્નેશનો ફોટો બતાવીને કહ્યું હતું કે, જીગ્નેશ તમારા શું થાય છે, ત્યારે ગીતાએ કહ્યું હતું કે, જીગ્નેશ તેના પતિ છે. આ ઘટના બાદ નીતાએ ઘરે આવીને સમગ્ર મામલે તેના સાસુ-સસરાને જાણ કરી હતી. ત્યારે સાસરિયાએ નીતાને કહ્યું હતું કે, આ સમગ્ર વાતની તેમને ખબર છે, તારે જે કરવું હોઈ તે કરજે. સાસરિયાની આ વાત સાંભળીને નીતાએ આપઘાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

એક દિવસ નીતાએ સમગ્ર મામેલ પોલીસની મદદ લેવાની વિચાર્યું અને જે સમયે જીગ્નેશ તેની બીજી પત્ની ગીતાના ઘરે હતો ત્યારે નીતાએ મહિલા હેલ્પ લાઈન 181 પર ફોન કરીને ફરિયાદ કરી હતી કે, મારા પતિ તેની બીજી પત્ની ગીતા સાથે તેના ઘરમાં છે. તમે અહીં આવો, પરિણીતાની ફરિયાદના આધારે મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે સમગ્ર મામલે નીતાએ મહિલા હેલ્પ લાઈનના કાઉન્સેલરને કરી હતી. આ સમગ્ર મામલે જ્યારે પોલીસે જીગ્નેની બીજી પત્ની ગીતાને જીગ્નેશ વિષે પૂછપરછ કરવા માટે ફોન કર્યો ત્યારે તેને જાણ થઇ હતી. નીતા અને ગીતાએ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરને જણાવ્યું હતું કે, જીગ્નેશ લેબોરેટરીમાં નાઈટ શિફ્ટમાં હોવાનું બહાનુ કરીને બંને પત્નીઓના ઘરે એક-એક દિવસ રોકાતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp