અમદાવાદમાં ભેંસ ભટકાઈ એક્ટિવા સાથે, મહિલાએ ભેંસના માલિક સામે કરી ફરિયાદ

PC: jagranimages.com

રસ્તા પર ઘણી વખત રખડતા ઢોરના કારણે અકસ્માત થયો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં લોકોને ગંભીર ઇજાઓ થઈ હોવાના પણ બનાવો સામે આવે છે. ત્યારે અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અનેક અકસ્માત થઈ રહ્યા છે. ત્યારે ઢોર સાથે થયેલા અકસ્માતને લઈને અમદાવાદમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ભેંસે એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારતા એક્ટિવા ચાલક મહિલા રસ્તા પર પડી ગઈ હતી. તેથી તેને ઇજા થઇ હતી. ભેંસના કારણે અકસ્માત થયો હોવા મામલે ઇજાગ્રસ્ત મહિલાએ સમગ્ર મામલે પશુપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

રિપોર્ટ અનુસાર અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પરિવારની સાથે રહે રહેતી ક્રિષ્નાબેન નામની મહિલા બ્યુટી પાર્લરનો ધંધો કરે છે. શુક્રવારના રોજ જ્યારે ક્રિષ્નાબેન પોતાનું મોપેડ લઇને પોતાના બ્યુટી પાર્લર જઈ રહ્યા હતા. તે સમયે રામદેવપીરના મંદિર પાસે અનિલ ભરવાડ નામના એક પશુપાલકે પોતાની ભેંસને ચલાવવા માટે માટે તેને લાકડી મારી હતી. પશુપાલકે ભેંસને લાકડી મારી હોવાના કારણે તે ડરી ગઈ હતી અને તે રસ્તા પર આમ-તેમ દોડવા લાગી હતી. ભેંસે એક્ટીવા પર જઈ રહેલા ક્રિષ્નાબેનને ટક્કર મારી હતી. ભેંસની ટક્કરના કારણે ક્રિષ્નાબેનની બાઈક રસ્તા પર સ્લીપ થઇ ગઇ હતી અને ક્રિષ્નાબેનને પગના ભાગે ઇજા થઇ હતી. આ સાથે તેમને હાથમાં પણ થોડી ઇજા થવા પામી હતી. ઇજા થયા બાદ ક્રિષ્નાબેન પશુપાલકને ઠપકો આપ્યા બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગયા હતા. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમણે પોલીસ સ્ટેશનમા જઇને પશુપાલક અનિલ ભરવાડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ક્રિષ્નાબેનનો જે સમયે અકસ્માત થયો ત્યારે તેમને અનિલ ભરવાડને કહ્યું હતું કે, જાહેર રસ્તા પર તમે બીજા લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે શા માટે ભેંસને ચલાવી રહ્યા છો. ત્યારે અનિલ ભરવાડે મહિલાને જવાબ આપતા કહ્યું હતું કે, મૂંગુ પ્રાણી છે અને તે ડરી ગયુ હતું. હાલ તો સમગ્ર મામલે પોલીસે ઇજાગ્રસ્ત મહિલાની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ અમદાવાદમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. છતાં પણ પોલીસ દ્વારા પશુપાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp