નવરાત્રીમાં રોડછાપ રોમિયોને પકડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બનાવ્યો આ પ્લાન

PC: abplive.in

નવરાત્રીમાં મોડી રાત્રે ગરબા રમીને ઘરે પરત ફરતી યુવતી અને મહિલાઓની સુરક્ષા મહત્ત્વની બની જતી હોય છે. ત્યારે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવરાત્રીમાં યુવતીઓની છેડતી કરતા રોમિયો સામે લાલ આંખ કરવામાં આવી છે. યુવતીઓની સલામતી માટે અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે. યુવતીઓની છેડતી કરતા રોમિયોને પકડવા માટે મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્લાન અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ જાહેર રમજટ અને પાર્ટી પ્લોટની બહાર સામાન્ય પહેરવેશમાં ફરે છે. આ દરમિયાન જો કોઈ રોમિયો યુવતી અથવા કોઈ મહિલાની છેડતી કરે તો તેને ઝડપી લેવામાં આવે છે.

બીજા નોરતા દરમિયાન મહિલાઓ અને યુવતીની સુરક્ષા માટે અમદાવાદના રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસની મહિલા કોન્સ્ટેબલ અલગ અલગ વિસ્તારમાં સિવલ ડ્રેસમાં પોતાની ફરજ બજાવતી હતી. આ દરમિયાન જે પણ ઇસમ રસ્તે જતી યુવતી કે મહિલાની છેડતી કરે તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજા નોરતે મહિલા પોલીસ દ્વારા યુવતીઓ અને મહિલાની છેડતી કરતા 12 રોમિયોની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે મહિલા ક્રાઇમબ્રાન્ચના DCP પન્ના મોમાયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સામાન્ય ડ્રેસમાં મહિલા પોલીસે પાર્ટી પ્લોટ અને જાહેર રસ્તા પર પોતાની ફરજ બજાવીને મહિલાની છેડતી કરતા રોમિયોની ધરપકડ કરીને મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp