અમદાવાદ સાઈબર ક્રાઈમે RTOના નકલી ડોક્યુમેન્ટ્સ બનાવતી ગેંગનો કર્યો પર્દાફાશ

PC: youtube.com

ટોઈંગ કરેલા વાહનોના માલિકોને RTOની નકલી રસીદો અને સર્ટિફિકેટ આપીને વાહન માલિકો પાસેથી પૈસા પડાવતી ગેંગનો અમદાવાદ સાઈબર ક્રાઈમે પર્દાફાશ કરી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, આરોપીઓ ટોઈંગ સ્ટેશનની નજીકમાં જ બેસતા હતા અને ટોઈંગ કરેલા વાહન માલિકોને શિકાર બનાવીને નકલી રસીદ અને પ્રમાણ પત્રો આપતા હતા. આ ગેંગનો માસ્ટર માઈન્ડ અનવર શેખ RTOમાં એજન્ટ તરીકે કામ કરતો હતો અને તે અશફાક, ઈસ્માઈલ અને કાળું ભરવાડ પાસે તે જે વાહન ચાલકોના વાહન ડિટેઈન થયા હોય તેના વાહન માલિકોના મેમોની નકલના આધારે RC બુક મેળવતો હતો. આ તમામ વિગતો અનવર તાહિર મિર્ઝાને આપતો હતો. આ RC બુકના આધારે તાહિર મિર્ઝા RTOનું નકલી સર્ટિફિકેટ આપતો હતો અને આ સર્ટિફિકેટમાં RTOના ખોટા સહી અને સિક્કાઓ મારતો હતો જેના કારણે પોલીસને સર્ટિફિકેટ પર કોઈ પણ ડાઉટ ન જાય. હાલ આ ગેંગ પોલીસના સકંજામાં આવી ગઈ છે.

પોલીસે આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પોલીસ જ્યારે મેમો આપે છે ત્યારે વાહન માલિકને ચલણ ભરવા માટે RTOમાં જવાનું હોય છે. પરંતુ વાહન ચાલક RTOના ગેટ સુધી પહોંચે છે. RTO ગેટ પાસે બેઠેલા આ ગેંગના લોકો વાહન માલિકને ઓળખીને તેની પાસેથી તે ચલણની પહોંચ લઈ લે છે અને વાહન માલિકને કન્વીન્સ કરે છે કે, તમારા મેમોની 4000ની રકમનો મેમો 2500માં ભરીને તેમનું વાહન છોડાવી આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp