અમદાવાદમાં ડેન્ગ્યૂએ છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ તોડ્યો

PC: toiimg.com

રાજ્યમાં ડેન્ગ્યૂએ કહેર વરસાવ્યો છે. દિન પ્રતિદિન ડેન્ગ્યૂના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તો આ વર્ષે ડેન્ગ્યૂએ છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા ડેન્ગ્યૂને ડામવા માટેના ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તંત્ર ક્યાંકને ક્યાંક નિષ્ફળ ગયું હોય તેવું લાગુ રહ્યું છે.

ડેન્ગ્યૂ પર કાબુ મેળવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1,000 જેટલા વોલન્ટિયર્સની મદદથી 21.83 લાખ જેટલા મકાનોની તપાસ કરાવવામાં આવી હતી. અમદાવાદના 37 તળાવોની સફાઈ કરવામાં આવી હતી અને 508 જગ્યાઓ પર ગપ્પી માછલી છોડવામાં આવી હતી. 38.57 લાખ ઘરમાં મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વોલન્ટિયર્સની મદદથી અમદાવાદના 12 લાખ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ 12 લાખમાંથી 40,203 લોકોને શંકાસ્પદ ડેન્ગ્યૂ જણાતા તેમના શિરમ લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યૂના કેસની વાત કરવામાં આવે તો વર્ષ 2015માં 2,165 કેસ, વર્ષ 2016માં 2,852 કેસ, વર્ષ 2017માં 1,079 કેસ, વર્ષ 2018માં 3,135 કેસ, વર્ષ 2019માં 3,345 કેસ નોંધાયા છે અને તેમાંથી 9 લોકોના મોત નીપજ્યા છે.  

ઘરો ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્બારા 15,394 કન્સ્ટ્રક્શન સાઈટ પર તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 2,125 એકમોને નોટીસ આપવામાં આવી હતી. આ કન્સ્ટ્રક્શન સાઈટોના સંચાલકો પાસેથી 7,667,300નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. કન્સ્ટ્રક્શન સાઈટ બાદ 24,255 કોમર્શીયલ એકમો પર તપાસ કરવામાં આવી હતી, તેમાંથી 6,085ને નોટીસ આપવામાં આવી હતી અને કોમર્શીયલ એકમોના સંચાલકોની પાસેથી 87,06,860 રૂપિયાના વહીવટી ચાર્જની વસુલાત કરવામાં આવી હતી.

આ તમામ કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર રોગચાળા પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. છેલ્લા પાંચ વર્ષના અલગ અલગ રોગોનો કેસની માહિતી નીચે પ્રમાણે દર્શાવવામાં આવી છે.

વર્ષ સદા મેલેરિયા ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ ચીકનગુનિયા

2015

6,857 1,481 2,165 14
2016 10,094 1,950 2,852 447
2017 9,319 1,329 1,079 257
2018 5,081 710 3,135 194
2018 3,901 157 3,345 1,035

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp