ફોન સાબરમતીમાં ફેંકી દેનાર અમદાવાદમાં આસિ. ઇન્કમટેક્સ કમિશનરની ધરપકડ

PC: theprint.in

કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ સોમવારે અમદાવાદમાં મોટી કાર્યવાહી કરતા એક ઇનકમ ટેક્સ વિભાગના અધિકારીની ધરપકડ કરી છે. CBIએ 3 લાખ રૂપિયાની લાંચ લેવા સાથે જોડાયેલા કેસમાં ચાલી રહેલી તપાસમાં ઇનકમ ટેક્સ અમદાવાદના પૂર્વ સહાયક કમિશનરની ધરપકડ કરી છે. રિપોર્ટ્સ મુજબ, એજન્સી દ્વારા ધરપકડ કરાયેલા આરોપી વિવેક જોહરી ઇનકમ ટેક્સ વિભાગમાં સહાયક ઇનકમ ટેક્સ કમિશનર પદ પર તૈનાત હતો. CBIએ અધિકારીની લાંચ લેવાના કેસમાં ધરપકડ કરી હતી.

CBIના એક અધિકારીએ જણાવ્યું કે, તાત્કાલિન સહાયક ઇનકમ ટેક્સ કમિશનરે ગુજરાત રાજ્યના એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા 4 ઓકટોબર 2022ના રોજ છેતરપિંડીની કાર્યવાહી દરમિયાન હોબાળો કરીને મદદ કરીને એ સમયે એડિશનલ કમિશનરને તેમના કાર્યાલયથી ભાગવામાં મદદ કરી હતી. તેની સાથે જ તાત્કાલિક એડિશનલ ઇનકમ ટેક્સ કમિશનર (સેન્ટ્રલ રેન્જ-I), અમદાવાદે રાજ્ય ACBની પકડથી બચવા અગાઉ ઉપરોક્ત સહાયક કમિશનરને 2 મોબાઈલ હેન્ડસેટ સોંપ્યા હતા, જેને તેને સાબરમતી નટીમાં ફેકીને બરબાદ કરી દીધા હતા.

જો કે, CBIએ મરજીવાઓ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાંથી બંને મોબાઈલ જપ્ત કરી લીધા હતા. ધરપકડ બાદ આરોપીને CBIની વિશેષ કોર્ટ, અમદાવાદ સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને તેને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ કમિશ્નરની ધરપકડ સંદર્ભે CBIએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે અને આ મામલે જાણકારી આપતા કહ્યું કે, તેમણે બે ફોન પણ રિકવર કર્યા છે. આ સમગ્ર મામલે હવે આગામી દિવસોમાં અન્ય લોકોની સંડવણી હશે તો પણ બહાર આવી શકે છે તેમજ મોબાઇલની અંદર જે ડેટા છે, તે રિકવર કરવા માટે FSLની મદદ લેવામાં આવશે અને ત્યારબાદ જ આ સમગ્ર રેકેટમાં શું બહાર આવે છે? તે સ્પષ્ટ થશે.

તો બીજી તરફ CBIએ શાળાઓમાં કથિત રૂપે ગેરકાયદેસર ભરતીઓના કેસની તપાસના સિલસિલામાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવણ કૃષ્ણ સાહાની સોમવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. CBI અધિકારી પશ્ચિમ બંગાળની સરકારી અને સહાયતા પ્રાપ્ત શાળાઓમાં કથિત રૂપે ગેરકાયદેસર ભરતીઓ સાથે જોડાયેલા કેસમાં બુરવાન મતવિસ્તારના ધારાસભ્યની 14 એપ્રિલથી પૂછપરછ કરવામાં આવી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp