અમદાવાદમાં કેદીઓએ તૈયાર કર્યા હજારો માસ્ક

PC: divyabhaskar.co.in

અમદાવાદ જેલના દરજી વિભાગમાં 30 કેદીઓ દિવસ રાત મહેનત કરીને માસ્ક તૈયાર કરી રહ્યા છે. જે જેલના તમામ કેદીઓને વિતરણ કરવામાં આવ્યા છે. ઉપરાંત અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા જેલના ભજીયા વેચાણ કેન્દ્રમાં જાહેર જનતાને નજીવા ભાવે આ માસ્કનું રૂ.10ના ભાવે વેચાણ ચાલું છે. આ ઉપરાંત જેલ તથા પોલીસ સ્ટાફને પણ માસ્ક પૂરા પાડવામાં આવી રહ્યા છે. જેલના દરજી વિભાગમાં દરરોજ 1000 બ્લિચિંગ કરેલા માસ્ક નંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ અંગે વધુ માહિતી આપતા મધ્યસ્થ જેલ અમદાવાદના ડૉ.એમ. કે. નાયકે જણાવ્યું હતું કે, હાલમાં જેલના દરજી વિભાગને 15000 માસ્ક માટેના ઓર્ડર મળ્યા છે. 7000 માસ્ક જે તે વિભાગને પૂરા પાડવામાં આવ્યા છે. રાજ્યની અન્ય જેલમાંથી મળતા ઓર્ડર પર ધ્યાન આપીને માસ્ક પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ માટે ઉત્પાદન કાર્ય પણ શરૂ કરી દેવાયું છે. આ સાથે એસ.ટી.વિભાગને, કેન્સર હોસ્પિટલ અમદાવાદ, એસઆરપી ગ્રૂપ 11 વાવ સુરત, વિજ્ઞાન કચેરી ગાંધીનગર, ઉદ્યોગ કમિશનર કચેરી ગાંધીનગરને નંગ માસ્ક પૂરા પાડવામાં આવ્યા છે. દરરોજ જુદી જુદી સંસ્થાઓમાંથી માસ્ક માટેના ઓર્ડર જેલના દરજી વિભાગને મળી રહ્યા છે. પ્રજામાં વાયરસનો કોઈ ફેલાવો ન થાય એ માટે તકેદારીના ભાગ રૂપે કેદીઓ તરફથી આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે.

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે તમામ કેદીઓ કોરોના વાયરસથી જાગૃત થઈ તકેદારીના પગલાં લે એ માટે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં મેડિકલ સ્ટાફ અને જેલ સ્ટાફ તરફથી કેદીઓને સંક્રમણ અંગે જરૂરી આરોગ્યલક્ષી સૂચનાઓ આપી માહિતગાર કરાયા હતા. સમગ્ર જેલમાં તમામ જગ્યાએ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ સાથે તમામ કેદીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બહારથી આવતા મુલાકાતીઓ, પોલીસ સ્ટાફ, જેલ સ્ટાફને સેનિટાઈઝર વડે હાથ સાફ કરાવવામાં આવી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp