અંબાલાલ પટેલે હવામાનની નહીં પણ, રાજકારણની ચોંકાવનારી આગાહી કરી છે

હવામાનની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે આ વખતે રાજકારણની આગાહી કરી છે. મકર સંક્રાતિનું સ્વરૂપ અને ફળના આધારે પટેલે કહ્યું છે કે, રાજકીય પક્ષોમાં હુંસાતુસી થશે, મોટા પાયે પક્ષ પલટો થશે અને સરકારો માટે પણ મુસીબતનો સમય રહેશે.
પટેલે કહ્યું કે, આ વખતે સંક્રાતિ બાલવ કરણમાં હતી જેનું વાહન વાઘ હતું અને પેટા વાહન ઘોડો હતો. સંક્રાતિએ પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા અને હાથમાં ગદા હતી, કપાલ પર તિલક હતું. જાસ્મીનના ફુલોને મોતીના શણગાર સથે પકડી રાખ્યા હતા.
સંક્રાતિ પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને ઉત્તર-પશ્ચિમ તરફ જઇ રહી છે. જેને કારણે ફેબ્રુઆરી- માર્ચ મહિનામાં રાજકારણમાં મોટી ઉથલ-પાથલ થશે.અંબાલાલ પટેલના નિવેદનને કારણે રાજકારણીઓની ઉંઘ હરામ થઇ ગઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp