અમદાવાદ: ઇસ્કોન ગાઠિયા, ઓનેસ્ટ સહિત 4ને ગંદકી કરવા માટે મોટો દંડ

PC: justdial.com

અમદાવાદ શહેરને ચોખ્ખું બનવવા માટે AMC કમિશનર દ્વારા ગંદકી કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. AMC કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં બાદ સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા શહેરમાં ગંદકી કરતા લોકોની પાસેથી દંડની વસુલાત કરવામાં આવી રહી છે. જાહેરનામા જણાવવામાં આવ્યું હતું કે, જે લોકો દ્વારા ગંદકી કરવામાં આવશે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરીને રૂપિયા પાંચ હજારથી લઇને 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે.

રિપોર્ટ અનુસાર સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીની ટીમ દ્વારા અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં વિસ્તારમાં આવેલી ઇસ્કોન ગાઠીયાની દુકાનને 50 હજાર રૂપિયાનો દંડ ગંદકી કરવા બાબતે ફટકારવામાં આવ્યો છે. બીજી બાજુ મણીનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટને ગંદકી કરવા બાબતે રૂપિયા પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો છે અને સાથે-સાથે એક પતંગના વેપારીને પણ રસ્તા પર કચરો કરવા બદલ 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત મહાવીર પ્લાસ્ટિક નામની દુકાનની બહાર કચરું મળી આવતા પ્લાસ્ટિકની દુકાનને સીલ મારવામાં આવ્યું હતું.

જેમ થોડા દિવસથી AMCના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ બોલાવવામાં આવે છે તેમ હવે શહેરમાં ગંદકી ફેલાવનારા એકમો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. માત્ર દંડ જ નહીં પણ વધારે ગંદકી કરનારા એકમોને સીલ પણ કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જે રીતે ટ્રાફિકના નિયમ ભંગ બદલ કરવામાં આવતા દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે તે જ રીતે AMC દ્વારા ગંદકી કરનારા એકમો પાસેથી લેવામાં આવતી દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્ય છે, જેથી દંડ ભરવાની બીકે લોકો સ્વચ્છતા રાખે અને અમદાવાદ વધારે સ્વચ્છ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp