AMCએ રસ્તો બનાવવા માટે વાપર્યું હલકું મટિરિયલ, થોડા સમયમાં જ ઓગળ્યો ડામર

PC: Khabarchhe.com

અમદાવાદ મહાનગર પાલિકા ગયા વર્ષની હાઇકોર્ટની ફટકાર ભૂલી ગઈ હોઈ તેમ લાગી રહ્યું છે કારણકે ફરી એકવાર અમદાવાદ મહાનગર પાલિકાએ કૌભાંડી કોન્ટ્રાક્ટરોને રસ્તો બનાવવા માટે આપ્યો છે. કૌભાંડી કોન્ટ્રાક્ટરોનો કૌભાંડનો જીવંત નમૂનો અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલા અખબાર નગર સર્કલ પાસે બહાર આવ્યો છે. જ્યારથી આ રસ્તો બનાવવામાં આવ્યો છે ત્યારથી રસ્તાનો ડામર ઓગળે છે. ઓગળેલા ડામરના કારણે રસ્તો પસાર કરતા લોકોના ચપ્પલ ચોંટી જાય છે તો કેટલાક વાહનોના અકસ્માત થાય છે.

અમદાવાદ મહાનગર પાલિકા રોડ રસ્તાને લઈને ઘણી વિવાદમાં રહે છે. ક્યારેક રસ્તાઓ પર ખાડા પાડી જાય છે. પરંતુ અમદાવાદમાં રસ્તા પરના ડામર ઓગાળવાની ઘટના ઘણી બનતી રહે છે. એકવાર રોડ-રસ્તાના થયેલા ધોવાણ અંગે અમદાવાદ મહાનગર પાલિકાને હાઇકોર્ટે નોટિસ પણ આપી છે. પણ આ નોટિસની કોઈ અસર અમદાવાદ મહાનગર પાલિકા પર થઈ નથી, કારણ કે જે રસ્તો સવારે બનાવવામાં આવ્યો હતો તે જ રસ્તો થોડી ગરમી પડતા ઓગળી રહ્યો છે અને અમદાવાદની જનતા અને વાહન ચાલકો કૌભાંડી કોન્ટ્રાક્ટરોના કારણે હેરાન થઈ રહ્યાં છે.

અધિકારીઓના કહેવા મુજબ રસ્તો બનાવવા માટે B30 મટિરિયલ વાપરવાનું હોય છે પરંતુ આ અખબાર નગર સર્કલ પાસે બનવવામાં આવેલા રોડમાં કોન્ટ્રાક્ટરે B10 મટિરિયલ વાપર્યું છે. જે મટિરિયલ ગરમીના કારણે ઓગળે છે. અધિકારીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તો બનાવવાં માટે B10 મટિરિયલ્સ કેમ વાપરવામાં આવ્યું તેની પૂછતાછ આવનારા દિવસોમાં કરવામાં આવશે અને તેની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp