ગંદકી કરવી અમદાવાદીઓને ભારે પડશે, આટલા લાખનો દંડ થઈ શકે છે

PC: dnaindia.com

અમદાવાદને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે હવે અમદાવાદ મ્યુનિસિપલ કનિશનરે અનેક પગલાઓ ભર્યા છે. તેમ છતાં શહેરના લોકોમાં સ્વચ્છતાના મામલે જોઈએ એવી જાગૃતતા આવી નથી. હાલમાં કરવામાં આવેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ અમદાવાદ શહેર ઘણું પાછળ રહ્યું છે. તેને લઈને AMCએ અગત્યનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં ગંદકી કરનારા શહેરીજનોને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

સ્વચ્છતા સર્વેક્ષણના ક્વાર્ટર 2 અને 3ના જાહેર થયેલા પરિણામમાં 10 લાખથી વધારે વસતીવાળા શહેરોમાં અમદાવાદ 6ઠ્ઠા અને 7માં નંબરે રહ્યું છે. પણ દેશના 4237 શહેરોમાં અમદાવાદનો નંબર 51મો છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પાછલા ક્રમે આવવાને કારણે હલે AMCએ આ મામલે કડક પગલા લેવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદા મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, ગમે ત્યાં ગંદકી કરતા લોકો સામે AMC દંડ વસૂલશે. જેમાં રૂપિયા 5000થી લઈને 5 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. રસ્તા પર કચરો નાખવાથી લઈને ઈન્ડસ્ટ્રી સુધી ગંદકી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સાથે કહ્યું કે પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી અત્યાર સુધીમાં સૌથી વધારે 5 લાખ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp